|
બાળકોની સલામતી
- બાળકોની સુરક્ષા માટે જો સર્વશ્રેષ્ઠ કોઇ હોય તો તેમના વાલી છે તે હંમેશા વાલીએ યાદ રાખવું.
- બાળકોની સુરક્ષા માટે વાલીએ પોતાનો ઓફીસ તથા પોતાના મોબાઇલ નંબર અથવા નજીક ના વિશ્વાસુ સંબધી ના કોન્ટેકટ નંબર આપી રાખવા જરૂરી છે.
- સ્કુલમાં ભણતા સગીર વયના સંતાનોને જયારે મોબાઇલ ફોન આપવામાં આવે ત્યારે ફોનના માસિક બીલની ડીટેઇલ પ્રિન્ટઆઉટ મેળવી ચેક કરવી જોઇએ.
- વાલીએ પોતાના બાળકના મિત્રો, સહાધ્યાયીઓથી માહિતગાર રહેવું જોઇએ અને સમયાંતરે એક યા અન્ય બહાના હેઠળ બાળકના મિત્રો, સહાધ્યાયીઓને મળવું જોઇએ અને તેની સોબતની અસર પોતાના બાળક ઉપર હકારાત્મક છે કે નકારાત્મક તે જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ.
- વાલીએ બાળકના શિક્ષકો, સ્કુલ સંચાલક તેમજ લેવા મુકવા આવતા રીક્ષા, કારવાળા અને ટયુશન કલાસીસવાળાના પરિચયમાં રહેવું જોઇએ અને સમયાંતરે રૂબરૂ કે ટેલીફોન દ્વારા જરૂર જણાય ત્યારે પુછતાછ કરતાં રહેવું જોઇએ. અભ્યાસ સિવાયનું વર્તન પુછવું જોઇએ.
- બાળકોને જૂડો કરાટે જેવી તાલીમ આપવી જોઇએ જેથી તે જરૂરતના સમયે કામ આવી શકે છે.
- બાળકોને કોઇ અજાણી વ્યકિત સાથે વાત ન કરવા, કોઇ અજાણી વ્યક્તિ ની કાર/બાઇકમાં લીફટ ન લેવી જેવી બાબતો , તથા અપરિચીત લોકોની વાતોમાં આવવું નહી તથા જો આવો કોઇ પ્રયત્ન કરે તો બૂમાબુમ-રાડારાડ મોટા અવાજ કરવા જેથી મદદ મળી રહે. બાળકોને વાલી એ આ બાબત થી માહિતગાર કરવા જોઇએ.
- જયારે લીફટમાં એકલા અપડાઉન કરવાનું થાય તો હંમેશા લીફટના ડોર પાસે અથવા કંટ્રોલ પેન પાસે ઉભા રહેવું.
|
|