સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્ય.
અઠવાડિક તા.૦૯/૧૧/૨૦૧૫ થી તા.૧૫/૧૧/૨૦૧૫
પ્રેસનોટ
જી આઇ ડી.સી.વિસ્તાર માથી ઝેરી કેમીકલ યુકત પાણી ટેન્કર મારફતે સાબરમતી નદી તથા ખારીકટ કેનાલમાં ખાલી કરી માનવ સ્વાસ્થય સાથે ચેડા કરતા માથાભારે ઇસમને પાસા હેઠળ અટકાયત કરતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ
અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી તેમજ ખારીકટ કેનાલમાં વટવા અને અસલાલી જી.આઇ.ડી.સીની ફેકટરીઓ માંથી માનવ સ્વાસ્થયને હાનીકર્તા ઝેરી કેમીકલ યુકત દુષીત પાણી ટેન્કરો મારફતે ભરી અસમાજીક અને માથાભારે તત્વો દ્વારા સાબરમતી નદી તેમજ ખારીકટ કેનાલમાં છોડેલ તે સંદર્ભે અસલાલી પો.સ્ટે માં ગુન્હાઓ દાખલ થયેલ જેને ધ્યાને લઇ શ્રી નિર્લિપ્તરાય પોલીસ અધિક્ષકશ્રી અમદાવાદ ગ્રામ્ય નાઓની સુચના માર્ગદર્શન હેઠળ મુખ્ય સુત્રધાર વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જે જીલ્લા મેજીસ્ટ્રેટ અમદાવાદ નાઓએ પાસા દરખાસ્ત ગ્રાહ્ય રાખી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવા હુકમ કરેલ જે સબંધે એલ.સી.બી અને સ્થાનિક પોલીસ દ્વારા મુખ્ય સુત્રધારને ડીટેઇન કરી સબંધીત જેલમાં મોકલી આપતા આવા અસમાજીક તત્વોમાં ફફડાટ ફેલાયેલ છે.
મુખ્ય સુત્રધારની પાસા હેઠળ અટકાયત
(૧) મેરાભાઇ કમાભાઇ ભરવાડ ઉ.વ ૪૫ રહે મ.ન, ૬૫ સત્યમનગર સોસાયટી, વટવા રોડ, વિજોલ અમદાવાદ
આમ જીલ્લા સ્થાનીક ગુન્હા શોધક શાખા તથા અસલાલી પોલીસ ધ્વારા વીક દરમ્યાન દુષીત કેમીકલ યુકત ઝેરી પ્રવાહી નદીના તથા કેનાલના મુખ્ય પ્રવાહમાં વહાવી લોકોના જાનમાલ સાથે ચેડા કરનાર માથાભારે શખ્શને પાસા હેઠળ ડીટેઇન કરી જેલમાં પાસા હેઠળ અટકાયતમાં મોકલી આપી સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.
(નિર્લિપ્ત રાય)
પોલીસ અધિક્ષક
અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ
|