|
સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્ય.
અઠવાડિક તા.૨૪/૦૮/૨૦૧૫ થી તા.૩૦/૦૮/૨૦૧૫
ગેર કાયદેસર દારૂ ના ઉત્પાદનની તથા વેચાણની અસમાજીક પ્રવુતિ આચરતા ઇસમોની પાસા હેઠળ અટકાયત કરતી અમદાવાદ ગ્રામ્ય, જીલ્લા પોલીસ
અમદાવાદ જીલ્લાના સાણંદ તથા બાવળા તાલુકાના વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના ઉત્પાદનની તથા વેચાણની અસમાજીક પ્રવુતિ કરતા ઇસમોની વિરૂધ્ધ માં અસરકારક અટકાયતી પગલાં લેવા સારૂ અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના પોલીસ વડાશ્રી નિર્લિપ્તરાય સાહેબશ્રી નાઓએ આપેલ સુચના અનુસાર ચાંગોદર પોલીસ સ્ટેશન તરફથી મટોડા ગામે દેશી દારૂની ભઠૃીઓ નાંખી ગેરકાયદેસર રીતે દેશી દારૂનું ઉત્પાદન કરી અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં તથા અમદાવાદ શહેર માં ચોરી છુપીથી સપ્લાય કરી લોકોના આરોગ્ય સાથે રમત રમવામાં આવતી હતી જેથી આવી અસમાજીક પ્રવુતિ સાથે સંકળાયેલા ઇસમોની વિરુધ્ધમાં પ્રોહી અંગેના ગુનાઓ નોધી કાયદેસર કરી અટકાયતી પગલાના ભાગ રૂપે તેઓને પાસા હેઠળ અટકાયતમાં લેવા પાસા દરખાસ્તો તૈયાર કરી તેને જરૂરી અભિપ્રાય સહિત જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમદાવાદ નાઓ તરફ મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમદાવાદ નાઓ ધ્વારા સદરહું પાસા દરખાસ્તો માન્ય રાખી સદરી ઇસમોના વિરુધ્ધના પાસા વોરંટો જણાવ્યા મુજબની જેલોના જારી કરતા તેઓને ભારે જહેમત ઉઠાવી જણાવ્યા મુજબની તારીખોએ પાસા હેઠળ શ્રી એસ.જી.સોલંકી પોલીસ ઇન્સપેકટર ચાંગોદર પોલીસ સ્ટેશન તથા તેમના સ્ટાફ ધ્વારા ડીટેઇન કરી જેલોમાં મોકલી આપવામાં આવતા સ્થાનીક પ્રજામાં રાહત અને સંતોષની લાગણી પ્રસરેલ છે.
અનું.નં.
|
પાસા અટકાયતીનું નામ સરનામું
|
વોરંટની બજવણી કર્યા તા.ટા.
|
કઇ જેલ
|
બજવણી કરનાર
|
૧
|
ગૌતમભાઇ જીવણભાઇ ગેલાભાઇ ચુનારા રહે.મટોડા ગામ તા.સાણંદ જી.અમદાવાદ
|
તા ૨૮/૦૮/૧૫ કલાક ૧૯/૦૦
|
મધ્યસ્થ જેલ સુરત
|
શ્રી એસ.જી.સોલંકી પોલીસ ઇન્સપેકટર ચાંગોદર પોલીસ સ્ટેશન ચાંગોદર
|
૨
|
કરમણભાઇ ઉર્ફે કરમભાઇ સુખાભાઇ ચુનારા રહે.મટોડા ગામ તા.સાણંદ જી.અમદાવાદ
|
તા ૨૮/૦૮/૧૫ કલાક ૧૮/૪૫
|
મધ્યસ્થ જેલ સુરત
|
૩
|
કમશીભાઇ સુખાભાઇ ચુનારા રહે.મટોડા ગામ તા.સાણંદ જી.અમદાવાદ
|
તા ૨૮/૦૮/૧૫ કલાક ૧૯/૧૫
|
મધ્યસ્થ જેલ રાજકોટ
|
૪
|
દીલીપભાઇ ઉર્ફે દીલાભાઇ સુખાભાઇ ચુનારા રહે.મટોડા ગામ તા.સાણંદ જી.અમદાવાદ
|
તા ૨૮/૦૮/૧૫ કલાક ૧૮/૩૦
|
મધ્યસ્થ જેલ વડોદરા
|
આમ સપ્તાહ દરમ્યાન અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશન ધ્વારા દેશી દારૂના ઉત્પાદનની તથા વેચાણની અસમાજીક પ્રવુતી આચરતા કુલ ચાર ઇસમોને પાસા હેઠળ ડીટેઇન કરી અટકાયતમાં જેલોમાં મોકલી આપી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(નિર્લિપ્તરાય)
પોલીસ અધિક્ષક
અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ
|
|
|