Top
પોલીસ અધીક્ષકશ્રીની કચેરી,અમદાવાદ

Reading problem ?

 હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્‍ય.

અઠવાડિક તા.૨૩/૦૨/૨૦૧૫ થી તા.૦૧/૦૩/૨૦૧૫

                                           પ્રેસ નોટ                                          

            અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં ગંભીર પ્રકાર ના ગુનાઓ જેમાં ખુન જમીન(ભુમાફીયા) અપહરણ,ખંડણી,વિશ્વાસ ઘાત વિગેરે મુજબના ગુનાઓ માં નાસતા-ફરતા આરોપીઓ પકડવા ઝુબેંશ હાથ ધરી ધરપકડ કરવી અને કાયદેસરની કાર્યવાહી કરવા નિર્લિપ્તરાય પોલીસ અધિક્ષકશ્રી અમદાવાદ ગ્રામ્ય નાઓએ એસ.ઓ.જી.શાખાને સુચના કરેલ જે આધારે અત્રેના અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના સાંણદ પો.સ્ટે.માં સને-૨૦૧૨માં સાંણદ તાલુકાના મેલજ ગામે રહેતા  ઇશ્વરભાઇ નારણભાઇ ઠાકોર નાઓને આરોપી અજમલ ઇશ્વરભાઇ દેસાઇ રહે મેલજ નાઓ સાથે જમીન બાબતે તકરાર ચાલતી હોય જેથી વિષ્ણુભાઇ કાનજીભાઇ ઠાકોર રહે મેલજ નાઓ સાથે અજમલભાઇ ઇશ્વરભાઇ દેસાઇ રહે  મેલજ આ બન્ને વચ્ચે તા.૨૯/૮/૨૦૧૨ ના  રોજ ઝઘડો થતાં સામસામે ફરિયાદો થયેલી જે બાબતે અજમલભાઇ વિરૂધ્ધ માં વિરમગામ રૂરલ પો.સ્ટે.માં ફ.ગુ.ર.ન. ૯૪/૧૨ ઇ.પી.કો.કલમ ૩૩૭,૫૦૪,૩૨૩,૫૦૬(૨)૧૧૪ મુજબ ગુન્હો દાખલ થયેલ જે ગુન્હો બન્યા ના એક માસ પછી એટલે કે તા. ૨૮/૯/૨૦૧૨ના રોજ ઇશ્વરભાઇ નારણભાઇ ઠાકોર જે ઉપરોકત દાખલ કરેલ ફરિયાદીના કાકા થતાં જેઓ  તે દિવસે સાંજના સાડા સાત વાગે ખોરજ વિરોચનનગર પાટીયા પાસે ચાલતા રોડ ક્રોસ કરતા હતા તે દરમ્યાન આ કામના આરોપી અજમલભાઇ ઇશ્વરભાઇ દેસાઇ રહે મેલજ નાઓની પોતાની પાસે ની સેન્ટ્રો ગાડીનંબર જી.જે.૧ એ.સી.૧૮૧૭ થી ટકકર મારી ઇશ્વરભાઇ નારણભાઇ ઠાકોર નો મોત નિપજાવી ખૂન કરેલ

           જે અંગે સાંણદ પો.સ્ટે.ફ.ગ.ર.ન. ૧૯૮/૨૦૧૨ ઇ.પી.કો.કલમ ૩૦૨ મુજબનોગુન્હો દાખલ થયેલ જે ગુનાના કામે આરોપી અજલમભાઇ ઇશ્વરભાઇ ઠાકોર પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો રહેલ અને તા. ૨૫/૨/૨૦૧૫ ના રોજ  અમદાવાદ રૂરલ એસ.ઓ.જી. પો.સ.ઇ.શ્રીપટેલીયા તથા સ્ટાફ ના માણસો ને હકિકત મળેલ કે આરોપી અજમલભાઇ ઇશ્વરભાઇ ઠાકોર પેસેન્જર વાહન માં વિરમગામ થી નિકળી રીગં રોડ થી લાંભા મંદીરે જનાર છે, તેવી હકિકત આધારે અમદાવાદ રૂરલ એસ.ઓ.જી.પો.સ.ઇ.તથા સ્ટાફનામાણસો સાથે સનાથલ સર્કલ પાસે તમામ વાહનો  ચેક કરતા એક પેસેન્જર રીક્ષામાં બેઠેલો હોય તા.૨૫/૨/૧૫ ના રોજ કલાક ૧૫/૩૦ વાગે પકડી અને સાંણદ પો.સ્ટે.માં સોપવામાં આવેલ 

 

 

 

 

     પ્રેસ નોટ  -

બગોદરા નજીકના લોલીયા ગામના વતની અને ચર્મ ઉધ્યોગ ના ભૂતપૂર્વક ચેરપર્સન પ્રવીણાબેન ના ખૂન ના ચકચારી મર્ડર કેસ ના આરોપીઓને  ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ

 

             તા.૨૭/૦૨/૧૫ ના ક.૨૧/૦૦ વાગ્યાના સુમારે બાવળા બગોદરા હાઇવે રોડ ઉપર રોહીકા ગામના પાટીયે સ્ત્રીની લાશ હોવાની ટેલીફોનીક વરધી આધારે સ્થાનિક પોલીસ સ્થળ ઉપર જઇ તપાસ કરતા શરીરના નીચેના ભાગે તથા ગળાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હાલતમાં લાશ મળી આવેલ અને મરણ જનાર લોલીયા ગામના પ્રવિણા બેન અમરાભાઇ ચાવડા હોવાની ઓળખ થતા બનાવની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ અધિક્ષકશ્રી અમદાવાદ ગ્રામ્ય નાઓની સૂચના અને માર્ગ દર્શન હેઠળ બનાવની જીણવટ ભરી તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરેલ દરમ્યાન મરણ જનારના ભાણીયા બીપીનભાઇ ગણાપતભાઇ સોલંકી રહે. લોલીયા તા. ધોળકા નાઓએ બગોદરા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ (૧) રઘુભાઇ હરીભાઇ ભરવાડ (૨) સાંમત વશરામભાઇ ભરવાડ (૩) ચેતન મફાભાઇ ભરવાડ (૪) અલ્પેશ કાળુભાઇ ભરવાડ (૫) અનિલ મફાભાઇ ભરવાડ (૬) હિરેન રાઘુભાઇ ભરવાડ (૭) સજય ભીમાભાઇ ભરવાડ (૮) ભીમાભાઇ હરીભાઇ ભરવાડ (૯) હરીભાઇ વશરામભાઇ ભરવાડ તમામ રહે. લોલીયા તા. ધોળકા નાઓ વીરૂધ્ધમા ખૂન વીથ લૂંટ અને પુરાવાના નાશ સહિત ની ફરીયાદ આપેલ

               આશરે દોઢેક વર્ષ ઉપર લોલીયા ગામે સંરપચ ની ચૂટણી બાબતે ભરવાડ કોમના આરોપી ઓએ મરનાર પ્રવીણા બેનના ભાઇ વિજયભાઇ અમરાભાઇ ચાવડાની ખેતરમાં હત્યા કરેલ જે ગુન્હાના સમાધાન માટે આરોપીઓ દબાણ કરતા હતા અને ધમકીઓ આપતા હતા તે કેશમાં મરણજનાર પ્રવીણાબેન ફરીયાદી હોઇ અને વીજયભાઇના ખૂન કેશની સી.બી.આઇ. તપાસની માગણી સબધે નામદાર ગુજરાત હાઇકોર્ટ મૂદતે મરણ જનાર તા.૨૭/૦૨/૧૫ ના રોજ ગયેલા અને કેશમાં બીજી મુદત પડતા મરણ જનાર બપોરના ૩/૩૦ વાગે ફરીયાદીશ્રી બીપીનભાઇ સાથે ટેલીફોનીક વાત કરેલ જેમાં ભરવાડ આરોપીઓ એ જાનથી મારી નાખવાની અને જાતિ સંબધે અપમાનિત શબ્દો કહેલાની વાત કરેલ અને હાઇકોર્ટ થી ઘરે આવતા દરમ્યાન સરખેજ થી બનાવવાળી જગ્યા સુધિ ઉઠાવી જઇ ગળુ દબાવી મોત નિપજાવી રોકડ રકમ રૂ. ૫૦,૦૦૦/- તથા ગળામાં પહરેલ ચેન, એ.ટી.એમ કાર્ડ અને વિજયભાઇ ના ખૂન કેશ સંબધેના અગત્યના કાગળો નો થેલાની લૂંટ કરી બનાવને અકસ્માતમાં ખપાવવા ના ઇરાદે લાશને રોડ ઉપર ફેકી દિધેલની હકિકત જાહેર થયેલ

               ઉકત ગુન્હાના આરોપીઓ પૈકી બે આરોપીઓ ને અમદાવાદ ગ્રામ્ય પોલીસે આજરોજ અમદાવાદ નજીક થી ઝડપી પાડેલ છે. 

 

           ચકચારી ખૂન કેશ ના બે આરોપીઓ ઝડપાયા

 

(૧)    કુલદિપ ઉર્ફ લાલો સ/ઓ દાનુભાઇ ઉર્ફ મફાભાઇ ભરવાડ ઉ.વ.૨૪ રહે લોલીયા તા. ધોળકા

(૨) ભીમાભાઇ હરીભાઇ ભરવાડ ઉ.વ.૪૦ રહે લોલીયા તા. ધોળકા

             આરોપીઓ ની ઘનીષ્ઠ પૂછપરછમાં મરનાર પ્રવીણાબેન આરોપીઓ પેરોલ રજા ઉપર હતા દરમ્યાન ઝઘડા તકરાર કરતા હોઇ પોલીસમાં ફરીયાદ આપવાની ધમકી આપતા હોઇ તે કારણોસર આરોપીઓ મરનાર પ્રવીણા બેન ને મારી નાખવાનુ કાવત્રુ રચી યોજના બધ્ધ રીતે મરનાર ખૂન કેશની  મીરઝાપુર સેસન્સ કોર્ટ ખાતે મુદતે તા.૨૭/૦૨/૧૫ ના રોજ ગયેલા ત્યારે મુદત પુરી થયા બાદ આરોપીઓ એ પોતાની સ્વીફ્ટ ગાડીથી મરનાર બેનનો પીછો કરી વોચ રાખેલ દરમ્યાન બાવળા સાંણદ ચોકડી ખાતે મરનાર બેન વાહનની રાહ જોઇ ઉભા હતા તે વખતે આરોપીઓ પોતાની સ્વીફ્ટ ગાડી લઇ મરનાર આગળ થી નિકળતા મરનાર બેને ને ગાડીનો દરવાજો ખોલી બેસાડી દરવાજાનુ સેન્ટ્રલ લોક કરી લૂંગીથી મો દબાવી ધમકી આપી અપહરણ કરી રસ્તામાં ગળુ દબાવી મોત નિપજાવી રોહીકા ગામના પાટીયે બાવળા- બગોદરા હાઇવે રોડ પર બનાવને રોડ અકસ્માતમાં ખપાવવા સારૂ લાશ ફેકી દિધેલાની કેફીયત આપેલ

       આમ સપ્તાહ દરમ્યાન અમદાવાદ ગ્રામ્ય જીલ્લા પોલીસ ધ્વારા ભયંકર ગુનાના તથા ચકચારી ખુન કેસ ના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી સારી કામગીરી કરવામાં આવેલ છે.      

(નિર્લિપ્‍તરાય)

 પોલીસ અધિક્ષક

અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

  આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
નાગરિક સુવિધા કેન્દ્ર
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટી

પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ

સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
---તત્કાલ સેવાઓ ---
હોસ્પીટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

વિગતવાર જૂઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 02-03-2015