સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્ય.
અઠવાડિક તા.૨૬/૦૧/૨૦૧૫ થી તા.૦૧/૦૨/૨૦૧૫
પ્રેસનોટ
ચાંદીના સીકકા તથા સોનાનો હાર બતાવી ચીટીંગ કરતી ગેગના બે સાગરીતોને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી.,
અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના બોપલ પો.સ્ટે વિસ્તારમાં અજંલી જનરલ સ્ટોર્સ નામની દુકાને ચાંદીનો સિકકો બતાવી સોની પાસે ચેક કરાવી કચ્છમાં થયેલ ભુકંપ સમયે માટી ખોદતા આવા ઘણા સિકકા તથા સોનાનો હાર મળેલ હોવાનું જણાવી સોનાનો હાર બતાવી વિશ્ર્વાસમાં લઇ સોદો કરી સસ્તામાં સોનાનો હાર આપવાનો વિશ્ર્વાસ આપી રૂ. ૨૦૦૦/- ની ઠગાઇ કરેલ જે બાબતે ગુન્હો દાખલ થયેલ જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ જીલ્લા પોલીસ વડાશ્રી નિર્લિપ્તરાય સાહબેશ્રી ની સૂચના અને માર્ગ દર્શન અનુસંધાને એલ.સી.બી.ના,પોલીસ સબ ઇન્સ્પેકટર, શ્રી એ.વાય.બલોચ તથા એલ.સી.બી,સ્ટાફના માણસો ની ટીમે ચોક્કસ બાતમી આધારે બોપલમાં આવેલ ઉમીયા માતાજીના મંદીર આગળ વોચ ગોઠવી બે ઇસમોને ઝડપી પાડેલ.
ચીટીંગ કરતી ગેંગના બે રીઢા આરોપીઓ ઝડપાયા.
૧. ધનાભાઇ ઝેણાભાઇ જાતે જણાવડા ( મારવાડી) ઉ.વ.૪૦ રહે. ભદેશ્ર્વરના કાચા છાપરા કોતરપુર, સદારનગર, અમદાવાદ
૨. દિનેશભાઇ કેશવભાઇ વાઘેલા ( મારવાડી) ઉ.વ. ૨૫ રહે. સંજયનગરના કાચા છાપરા નોબલનગર, અમદાવાદ.
ચીટીંગ કરતી ગેંગના બે રીઢા આરોપીઓએ ૧૭
જેટલા ગુન્હાની કબુલાત કરેલ છે.
ઉપરોકત આરોપીઓએ બોપલ-૦૧ તથા અમદાવાદ શહેરના ગીતામંદીર-૦૨, બાપુનગર-૦૧ લાલદરવાજા-૦૨ નરોડા-૦૧ તથા મહારાષ્ટ્રમાં-૧૦ જેટલા ચીટીંગના ગુન્હાઓ કરેલાની કબુલાત કરેલ છે.
આરોપીઓની ગન્હો કરવાની પ્ધ્ધતી .
ઉપરોકત આરોપીઓ કોઇપણ વિસ્તારમાં જઇ કોઇ દુકાન ઉપર જઇ ખરીદી કરી દુકાનદારને વિશ્ર્વાસમાં લઇ ત્યારબાદ પોતાની પાસેના ચાંદીના સિકકા તથા સોનાનો હાર બતાવી પોતાને કચ્છના ભુકંપ વખતે જમીન ખોદતા પોતાને મળી આવેલ છે. અને પોતાને પૈસાની જરૂરીયાત છે. જેથી અડધી કિમંતે આપી દેવાનું છે તેમ કહી પોતાની પાસેના હારમાંથી એક સોનાનો દાણો તોડી સામેની વ્યકતિને આપી સોની પાસે ચેક કરાવ્યા બાદ પોતાની પાસેનો હાર લઇ જવાનું જણાવી ખોટો પિતળનો હાર આપી ચીટીંગ કરતા હતા.
ગેર કાયદેસર દારૂ ના વેચાણની અસમાજીક પ્રવુતિ આચરતા બુટલેગર્સોની પાસા હેઠળ અટકાયત કરતી અમદાવાદ ગ્રામ્ય, જીલ્લા પોલીસ
અમદાવાદ જીલ્લાના ધધુંકા તાલુકાના તથા બાવળા તાલુકાના વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેચાણની અસમાજીક પ્રવુતિ કરતા માથાભારે પ્રોહી બુટલેગર્સોની વિરૂધ્ધ માં અસરકારક અટકાયતી પગલાં લેવા સારૂ અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના પોલીસ વડાશ્રી નિર્લિપ્તરાય સાહેબશ્રી નાઓએ આપેલ સુચના અનુસાર ધધુકા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ શ્રી આર.બી.કરમટીયા તથા સ્ટાફ તેમજ શ્રી જે.ડી.ઝાલા પો.સ.ઇ બાવળા પોલીસ સ્ટેશન તથા સ્ટાફ નાઓ ધ્વારા નીચે જણાવ્યા મુજબના ઇસમોની પ્રોહી બુટલેગર્સ કેટેગરી હેઠળ અટકાયતમાં લેવા પાસા દરખાસ્તો તૈયાર કરી તેને જરૂરી અભિપ્રાય સહિત જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમદાવાદ નાઓ તરફ મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમદાવાદ નાઓ ધ્વારા સદરહું પાસા દરખાસ્તો માન્ય રાખી સદરી ઇસમોના વિરુધ્ધના પાસા વોરંટો જણાવ્યા મુજબની જેલોના જારી કરતા તેઓને જણાવ્યા મુજબની તારીખોએ પાસા હેઠળ ડીટેઇન કરી જેલોમાં મોકલી આપવામાં આવતા સ્થાનીક પ્રજામાં રાહત અને સંતોષની લાગણી પ્રસરેલ છે.
અનું.નં.
|
પાસા અટકાયતીનું નામ સરનામું
|
વોરંટની બજવણી કર્યા તા.ટા.
|
કઇ જેલ
|
બજવણી કરનાર
|
૧
|
ચેતનસિહ ગુલાબસિહ ઝાલા રહે.ગામ સરવાળ તા.ધંધુકા
|
તા ૨૬/૦૧/૧૫ ના કલાક ૦૪/૨૦
|
રાજકોટ
|
શ્રી આર.બી. કરમટીયા પો.સ.ઇ ધંધુકા
|
૨
|
યોગરાજસિહ ઉર્ફે ગોપાલસિહ જશુભા ચુડાસમા રહે.ગામ રોજકા તા.ધંધુકા
|
તા ૨૬/૦૧/૧૫ ના કલાક ૦૪/૧૫
|
સુરત
|
૩
|
કાળુભાઇ રસુલભાઇ મલેક રહે.ગામ રોજકા તા.ધંધુકા
|
તા ૨૬/૦૧/૧૫ ના કલાક ૦૪/૧૫
|
વડોદરા
|
૪
|
આકાશભાઇ કીશનભાઇ ઠાકોર રહે.બાવળા મતીયાવાસ
|
તા ૨૭/૦૧/૧૫ કલાક ૨૨/૩૦
|
વડોદરા
|
શ્રી જે.ડી.ઝાલા પો.સ.ઇ બાવળા પો.સ્ટેશન
|
આમ સપ્તાહ દરમ્યાન અમદાવાદ ગ્રામ્ય જીલ્લા પોલીસ ધ્વારા ગેરકાયદેસર દારૂના વેચાણની અસમાજીક પ્રવુતી આચરતા માથાભારે બુટલેગર્સોને પાસા હેઠળ ડીટેઇન કરી અટકાયતમાં જેલોમાં મોકલી આપી તથા લોકોનું ચીટીંગ કરતા ઇસમોને પકડી પાડી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(નિર્લિપ્તરાય)
પોલીસ અધિક્ષક
અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ
|