સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્ય.
અઠવાડિક તા.૦૫/૦૧/૨૦૧૫ થી તા.૧૧/૦૧/૨૦૧૫
અસમાજીક પ્રવુતિ આચારતા માથાભારે બુટલેગર્ર તથા ક્રુર ઇસમોની પાસા હેઠળ અટકાયત કરતી અમદાવાદ ગ્રામ્ય, જીલ્લા પોલીસ
બાવળા તાલુકાના વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર વેપારની પ્રવુતિ તથા ફતેવાડી ભાઠૃા વીસ્તાર જે અમદાવાદ શહેરને અડીને આવેલ હોઇ ત્યાં ગેરકાયદેસર રીતે ગૌ વંશ ના પશુઓની કત્લની ગુનાહીત પ્રવુતિને અંકુશીત કરવા સારૂ આવી પ્રુવુતિ કરનારા ઇસમોની વિરૂધ્ધ માં અસરકારક અટકાયતી પગલાં લેવા સારૂ અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના પોલીસ વડાશ્રી નિર્લિપ્તરાય સાહેબશ્રી નાઓએ આપેલ સુચના અનુસાર બાવળા તથા અસલાલી પોલીસ સ્ટેશન ધ્વારા નીચે જણાવ્યા મુજબના ઇસમોની તેમની સદરી પ્રવુતિ સબબ પાસા દરખાસ્તો તૈયાર કરી તેને જરૂરી અભિપ્રાય સહિત જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમદાવાદ નાઓ તરફ મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમદાવાદ નાઓ ધ્વારા સદરહું પાસા દરખાસ્તો માન્ય રાખી મજકુર ઇસમોને તેમના નામ સામે જણાવેલ મધ્યસ્થ જેલોમાં ડીટેઇન કરી જરૂરી પોલીસ જાપ્તા સાથે મોકલી આપી પાસા વોરંટોની બજવણી કરવામાં આવેલ છે.
(૧) સંજય ઉર્ફે કેકડો મહેશભાઇ ઠાકોર ઉ.વ.૨૨ રહે.બાવળા ને તા ૬/૧/૧૫ ના કલાક ૧૮/૩૦ વાગે બાવળા પોલીસ સબ ઇન્સ શ્રી નાઓ ધ્વારા ડીટેઇન કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવેલ છે.
(ર)ઇકબાલ સન ઓફ મુન્નાખાન તાજમહંમદખાન પઠાણ ઉ.વ.૨૭ રહે.જુહાપુરા અમદાવાદ શહેર ને તા ૬/૧/૧૫ ના કલાક ૨૨/૩૦ વાગે શ્રી બલોચ પો.સ.ઇ એલ.સી.બી.નાઓએ પાસા વોરંટની બજવણી કરી સુરત જેલમાં મોકલી આપેલ છે.
(૩)કમરૂદીન સન ઓફ મહેબુબભાઇ હુસૈનભાઇ મીર ઉ.વ.૨૬ રહે.ધોળકાને તા ૬/૧/૧૫ ના કલાક ૨૨/૩૦ વાગે શ્રી બલોચ પો.સ.ઇ એલ.સી.બી.નાઓએ પાસા વોરંટની બજવણી કરી વડોદરા જેલમાં મોકલી આપેલ છે.
(૪) ઇમ્તીયાઝ સન ઓફ હમીદ નથુભાઇ કુરેશી ઉ.વ.૩૦ રહે.ધોળકાને તા ૬/૧/૧૫ ના કલાક ૨૨/૩૦ વાગે શ્રી બલોચ પો.સ.ઇ એલ.સી.બી.નાઓએ પાસા વોરંટની બજવણી કરી વડોદરા જેલમાં મોકલી આપેલ છે.
આમ સપ્તાહ દરમ્યાન અમદાવાદ ગ્રામ્ય જીલ્લા પોલીસ ધ્વારા માથાભારે બુટલેગર્સ તથા ગૌ વંશ ના પશુઓની કત્લની ગેરકાયદેસરની પ્રવુતિ આચરતા ઇસમોને પાસા હેઠળ અટકાયત કરતા સદરહું વિસ્તાર માં ખુશી વ્યાપેલ છે.
(નિર્લિપ્તરાય)
પોલીસ અધિક્ષક
અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ
|