Top
પોલીસ અધીક્ષકશ્રીની કચેરી,અમદાવાદ

Reading problem ?

 હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્‍ય.

અઠવાડિક તા.૦૬/૦/૨૦૧ થી તા.૧૨/૦/૨૦૧

 

પ્રેસનોટ

 

(૧) માણેકચંદ પાન મસાલા (આર.એમ.ડી) કાર્ટુનની ચકચારી લૂટના ગુના નો ભેદ ઉકેલી, ગણાત્રીના દિવસોમાં આરોપી ઓને ઝબ્બે કરતી અમદાવાદ ગ્રામ્‍ય, એલ.સી.બી.,

 

ગઇ તા. ૨૯-૩૦/૦૯/૧૪ ની રાત્રીના અસલાલી  પરીચય હોટલ પાસેના રાધે કિષ્ણા એસ્ટેટ માં આવેલ આર.એમ.ડી. પાન મસાલાના વિક્રેતા અબિકા ડિસ્ટ્યુબીટરના  ગોડાઉનમાંથી આઇસર ગાડી લઇ આવેલ અજાણ્યા છ ઇસમોએ બુકિગ ક્લાર્ક (ફરીયાદીશ્રી) ને ધાક ધમકિ આપી ડરાવી ધમકાવી આર. એમ. ડી પાન મસાલાના પૂઠાના બોક્ષ કાર્ટુન નંગ- ૧૧૦ કિ.રૂ. ૨૩,૯૫,૫૮૦/- ની લૂંટ કરી ભાગી ગયેલ જે સંબધે અસલાલી પો.સ્ટે. ગુન્હો નોધાયેલ, ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના પોલીસ વડાશ્રી નિર્લિપ્‍તરાય સાહબેશ્રી નાઓએ એલ.સી.બી.,પોલીસ સબ ઇન્સ્પેક્ટર, શ્રી એ.વાય.બલોચ નાઓને સુચના કરેલ, પો.સ.ઇ.શ્રી એલ.સી.બી અને  એલ.સી.બી.,સ્‍ટાફના માણસોએ ગુન્હાની પધ્ધતિનો અભ્યાસ કરી તથા ફરીયાદીશ્રીએ આપેલ વર્ણન આધારે સ્થાનિક ગેગની સંડોવણી જણાયેલ જેથી આ પધ્ધતિથી ગુન્હા આચરતી ગેગ સંબધે માહિતિ એકત્રિત કરી ગુન્હો શોધવા ચક્રો ગતિમાન કરેલ તે દરમ્યાન  ચોકકસ બાતમી આધારે એસ.પી. રીગ રોડ, બાકરોલ સર્કલ નજીક વોચ ગોઠવી ઓરીઝનલ મુદ્દામાલ સાથે કુલ- આઠ ઇસમોને ઝડપી પાડેલ

 

રૂ. ૧૩,૨૦,૦૦૦/-  ની કિમત ના આર.એમ. ડી.  પાના મસાલાના કાર્ટુન નંગ- ૬૦ સાથે આઠ ઝડપાયા  .

 

(૧)  રમેશભાઇ રાવજીભાઇ ઠાકોર ઉ.વ ૩૦ રહે બારેજા પાંચભાગ

(૨)  જોની ઉર્ફે મહમંદ જુનેદસ/ઓ અબ્દુલહમીદ ફતેમહંમદ જવેરી (શેખ) ઉ.વ ૨૨ રહે ૧૭ મીમનગર,  વટવા પમ્પીગ સ્ટેશન,  અમદાવાદ

(૩)                                                                                            અસલમ ખુરસીદ સૈયદ ઉ.વ ૨૨ રહે ૧૯ અલફરીના સોસાયટી, વટવા કેનાલ,  વટવા અમદાવાદ

(૪) અકરમ ખુરસીદ સૈયદ ઉ.વ ૨૪ રહે ૧૯ અલફરીના સોસાયટી વટવા કેનાલ, વટવા અમદાવાદ

(૫) અકાશ સુનીલભાઇ પટેલ ઉ.વ ૨૫ રહે અસલાલી દાદાની ખડકી,  અસલાલી

(૬)                                                                                            ભાવેશ ઉર્ફે ભુપેન્દ્ર પ્રવિણભાઇ પરમાર ઉ વ ૨૯ આશ્નાપુર સોસાયટી,  અસલાલી,  અમદાવાદ

(૭)                                                                                            દિનેશભાઇ ગોવિંદભાઇ બારોટ ઉ.વ ૩૦ શ્રધ્ધા રો હાઉસ મ.ન ૨ અમીન રો હાઉસ સામે અસલાલી

(૮)                                                                                            બટકા ઉર્ફે દિલશાદ સ/ઓ પીરમહંમદ નિરાશ મહંમદ સૈયદ ઉ.વ ૨૦ રહે ૨૪ સુદઆલમ નગર વટવા કેનાલ વટવા અમદાવાદ

 

નાઓને આર.એમ. ડી. પાન મસાલાના કાર્ટુન નંગ- ૬૦ કિ.રૂ. ૧૩,૨૦,૦૦૦/- તથા ટાટા ૭૦૯ નં. જીજે.૨૩ ટી ૪૫૪૫ કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- તથા મો.ફોન નંગ- ૯ કિ.રૂ.૧૧,૫૦૦/- મળી કૂલ કિ.રૂ.૧૪,૮૧,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પૂછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહિ જેથી તેઓની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાની કબૂલાત કરતા બાકી રહેતો મુદ્દામાલ હસ્તગત કરવા ચક્રો ગતિમાન કરી અન્ય બીજા કોઇ ગુન્હા આચરેલ છે. કે કેમ ? તે સંબધે ઘનિષ્ઠ તપાસ હાથ ધરેલ છે.

 

(૨) ગૌ વંશ કત્લ ની પ્રવુતિ કરતા ક્રુર વ્યકતિઓને પાસા હેઠળ અટકાયત કરી જેલોમાં મોકલી અપાયા.

 

અમદાવાદ ગ્રામ્‍ય જીલ્‍લાના ધોળકા તાલુકાના વિસ્‍તારમાં માથાભારે શખ્‍શ તરીકે પંકાયેલ તથા ગૌ વંશ કત્લ પશુ ધાતકી પણાની ગેરકાયદેસરની પ્રવુતીને અંકશિત કરવાની કામગીરી ના ભાગ રૂપે ચાલતી ઝુંબેશ ના ફળ સ્વરૂપ નીચે જણાવ્યા મુજબના કસાઇ ઓના વિરુધ્‍ધનું તમામ ગુનાહીતી રેર્કડ પોલીસ ઇન્‍સ.શ્રી ધોળકા પોલીસ સ્‍ટેશન,ધોળકા નાઓએ એકત્રિત કરી તેમના વિરૂધ્‍ધમાં ગુજરાત અસમાજીક પરવુતિ અટકાવવા અધિનિયમ ૧૯૮૫ ની કલમ ૩(૪) તથા ર(બીબીબી) મુજબ ક્રુર વ્યકતિ તરીકે પાસા હેઠળ અટકાયતમાં લેવા અંગેની નિયમાનુસારની પાસા દરખાસ્‍ત નાયબ પોલીસ અધિક્ષકશ્રી ધોળકા વિભાગ ધોળકા નાઓ મારફતે વેરીફાઇ કરાવી  જીલ્‍લા કલેકટર  શ્રી અમદાવાદ નાઓ  તરફ પાસા અંગેનું વોરંટ જારી કરવા અત્રેથી જરૂરી અભિપ્રાય સહીત પાસા દરખાસ્તો મોકલી આપવામાં આવેલ જે દરખાસ્ત કરાયેલ ઇસમોની ગુનાહીત પ્રવુતિઓને ધ્‍યાને લઇ જીલ્‍લા કલેકટર શ્રી અમદાવાદ નાઓ ધ્‍વારા સદરી ઇસમોના  પાસા વોરંટ જારી કરતા તેઓને નીચે ની વિગતે પોલીસ ઇન્સ શ્રી બી.ડી.ઠકકર ધોળકા પોલીસ સ્ટેશન ધોળકા નાઓએ પાસા હેઠળ અટકાયત કરી અટકાયતમાં રહેવા જેલોમાં મોકલી આપી લોકોની ધામીર્ક લાગણી દુભાતી અટકાવી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૧) મેહમુદ ઉર્ફે લંબુ લતીફભાઇ દીવાન ઉ.વ.૨૭ રહે.મુ.ધોળકા બેકા ટેકરી તા.ધોળકા નાઓને તા ૧૦/૧૦/૨૦૧૪ ના કલાક ૧૭/૩૦ વાગે પાસા હેઠળ ડીટેઇન કરી સુરત સબ જેલમાં અટકાયતમાં રહેવા મોકલી આપવામાં આવેલ છે.

(ર) હુશૈનશા ઉર્ફે જુમ્માશા દીવાન ઉ.વ.૩૦ રહે.મુ.ધોળકા ચુંઇફળી તા.ધોળકા નાઓને તા ૧૦/૧૦/૨૦૧૪ ના કલાક ૧૯/૦૦ વાગે પાસા હેઠળ ડીટેઇન કરી પાસા હેઠળ અટકાયતમાં રહેવા સારૂ રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવેલ છે.

 

આમ જીલ્લા પોલીસ ધ્વારા સપ્તાહ દરમ્યાન અસલાલી વિસ્તારમાં માણેકચંદ પાન મસાલા કાર્ટુનની ચકચારી લુંટના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ અટક કરી તથા ગૌ વંશ કત્લની પ્રવુતિ કરતા ઇસમોને પસા હેઠળ અટકાયત કરી જેલોમાં મોકલી આપી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

(નિર્લિપ્ત રાય)

પોલીસ અધિક્ષક

અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

  આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
નાગરિક સુવિધા કેન્દ્ર
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટી

પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ

સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
---તત્કાલ સેવાઓ ---
હોસ્પીટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

વિગતવાર જૂઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 13-10-2014