Top
પોલીસ અધીક્ષકશ્રીની કચેરી,અમદાવાદ

Reading problem ?

 હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્‍ય.

અઠવાડિક તા.૦૮/૦૯/૨૦૧ થી તા.૧૪/૦૯/૨૦૧

                                                    પ્રેસનોટ

નજર ચુકવી કિમંતિ માલ-સામાન ચોરીના ગુન્‍હા આચરતી (મદ્રાસી) ગેગના બે સાગરીતોની એલ.સી.બી, અમદાવાદ ગ્રામ્‍ય ધ્‍વારા અટકાયત.

                        ગઇ તા.૦૧/૦૯/૨૦૧૪ ના રોજ બાવળા ખાતેના જય અંબે કોમ્‍પલેક્ષમાં હરેકિષ્‍ના મોબાઇલ કોમ્‍યુનિકેશન નામ થી મોબાઇલ નો વ્‍યવસાય કરતા જીગરભાઇ વિષ્‍ણુભાઇ પટેલ સવારના સમયે પોતાની દૂકાન આગળ મારૂતિ સ્‍વીફ્ટ ગાડી નં.જીજે.૦૧, કે.જે.૬૪૪૮ પાર્ક કરી  દૂકાન ખોલતા હતા તે સમયે અજાણ્યા ચાર ઇસમો પૈકી બે ઇસમોએ મોબાઇલ ખરીદવાના બહાને ફરીયાદીશ્રી ને વ્‍યસ્‍ત રાખી બે ઇસમોએ મારૂતિ ગાડીમાંથી શીફતપૂર્વક રૂ.૧,૩૦,૦૦૦/- ની રકમ સાથેના થેલાની ચીલ ઝડપ કરેલ તે સંબધે બાવળા પો.સ્‍ટે. ખાતે ગુન્‍હો રજી. થયેલ. આ ગુન્‍હો શોધવા શ્રી, નિર્લીપ્‍તરાય પોલીસ અધિક્ષકશ્રી અમદાવાદ ગ્રામ્‍ય નાઓએ પો.સ.ઇ.શ્રી એલ.સી.બી, અમદાવાદ ગ્રામ્‍ય નાઓને સૂચના કરેલ, શ્રી એ.વાય.બલોચ પો.સ.ઇ.શ્રી એલ.સી.બી, અને ટીમે ગુન્‍હાવાળી જગ્‍યાની વિઝીટ કરી ભોગ બનનાર ફરીયાદી/સાહેદશ્રી એ શકમંદોના આપેલ વર્ણન અને ગુન્‍હાની પધ્‍ધતિ આધારે, મદ્રાસી ગેગ સંડોવાયેલના અનુમાન સાથે તે દિશામાં પોલીસ અધિક્ષકશ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ પ્રકારના ગુન્‍હા આચરતી અલગ અલગ

 

ગેગોની માહિતિ એકઠી કરી ગુન્‍હો શોધવા ચક્રો ગતિમાન કરેલ  

                                દરમ્યાન ચોક્કસ બાતમી અને ઇલેક્ટ્રોનીક સવેલન્‍સ અન્‍વયે શ્રી એ.વાય બલોચ પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર, એલ.સી.બી.,અને ટીમે વોચ ગોઠવી એસ.પી.રીગ રોડ- સનાથલ સર્કલ નજીક થી બાઇક  સાથે બે ઇસમોને ઝડપી પાડેલ

 

રૂ.૭૯,૨૦૦/- ના મુદ્દામાલ સાથે  બે રીઢા આરોપીઓ ઝડપાયા

                       

(૧) ગોકુલ ઉર્ફ સંતોષ રાજૂકુમાર જાતે ચમાર ઉ.વ.૩૦ રહે. ૧૧૦/રાવતપુર, કાનપુર રેલ્‍વે સ્‍ટેશન પાસે,તા. કાનપુર દેહાત જી.કાનપુર (યુ.પી) હાલ ચાંગોદર કેનાલ પાસે, છાપરામાં જી અમદાવાદ

(૨) આર.ગોવિદા ઉર્ફ ગોવિદ સ/ઓ રાજુ વૈકંઠસ્‍વામી, જાતે તેલી ઉ.વ.૨૬ રહે. મ.નં.૫૨, કાજી મહોલ્‍લા ઉન્નવ, થાના કોતવલી તા.જી. ઉન્નવ, (યુ.પી.) હાલ ચાગોદર કેનાલ પાસે કાચા છાપરામાં, જી અમદાવાદ      

                 

                       ઉક્ત આરોપીઓ ની અંગ ઝડતિ માંથી રોકડ રકમ રૂ.૪૬,૨૦૦/-, મો.ફોન-૦કિ.રૂ.,૦૦૦/-, ડ્રા.લા નં. 9510008899/und/2010  ની ફોટો કોપી,,ચુટણી ઓળખપત્ર નં.  (૧) RMT1012325 (૨) TMV0825256ની ફોટો કોપી બેન્‍ક ઓફ બરોડા ની ચાંગોદર શાખામાં તા.૦૯/૦૯/૧૪ ના રોજ  કાઉન્‍ટ. નં. 37600 100002035 માં રૂ ૪૯,૦૦૦/- નાણા જમા કરાવેલ ની પાવતી   તથા હોન્‍ડા મો.સા. નંબર  જી.જે.૨૧ પી. ૯૯૭૮ કિ.રૂ.૦,૦૦૦/-  મળી કુલ રૂ.૭૯,૨૦૦/- નો મુદ્દમાલ મળી આવતા અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરતા આ ગુન્‍હાની કબૂલાત કરેલ.

 

કુલ ત્રણ ગુન્‍હાનો ભેદ ઉકલાયો

                        આ પકડાયેલ ઇસમોએ અન્‍ય સહ આરોપીઓ સાથે મળી છેલ્‍લા ત્રણેક માસ દરમ્‍યાન ત્રિસેક જેટલા ગુન્‍હા આચરેલા ની કબૂલાત કરેલ છે તે પૈકી બાવળા-૧, વિરમગામ-૧, અમદાવાદ શહેરના સોનીની ચાલ-૧ મળી કુલ-૦૩, ગુન્‍હા નોધાયેલા ની માહિતિ હાલ સુધિ મળેલ છે.

                        આરોપીઓની ગુન્‍હો કરવાની પધ્‍ધતી

                        આ ટોળકીના માણસો રેલ્‍વે સ્‍ટેશન/એસ.ટી.ડેપો/ મુસાફર ખાના  અથવા સ્‍લમ એરીયાના ઝૂપડપટ્ટીમાં આશરો મેળતા અને બે-બે ના ગૃપમાં મોટર સાઇકલ પર નિકળી  મુખ્‍યત્‍વે બજાર ખુલવાનો સવારનો સમય પસંદ કરતા અને વેપારી દૂકાનની સાફ/સફાઇ અથવા પૂજા- અર્ચના માં રોકાયેલ હોય તેને ટાર્ગેટ કરી, બે ઇસમો વસ્‍તુ ખરીદવાના બાહના હેઠળ વેપારી ને વ્‍યસ્‍ત રાખતા, અન્‍ય સાગરીતો સીફતપૂર્વક દૂકાનના કાઉન્‍ટર/વાહનમાં થી થેલા ની ચીલ ઝડપ કરતા હતા,  

            આમ જીલ્લા એલ.સી.બી.ધ્વારા સપ્તાહ દરમ્યાન છેતરપીડીના ગુનાના તથા બળાત્કાર ના ગુનાના કામના આરોપીઓને પકડી પાડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

(નિર્લિપ્ત રાય)

પોલીસ અધિક્ષક

અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

  આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
નાગરિક સુવિધા કેન્દ્ર
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટી

પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ

સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
---તત્કાલ સેવાઓ ---
હોસ્પીટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

વિગતવાર જૂઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 15-09-2014