સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્ય.
અઠવાડિક તા.૦૧/૦૯/૨૦૧૪ થી તા.૦૭/૦૯/૨૦૧૪
(૧) પ્રેસનોટ
બેન્ક સાથે રૂ. છ કરોડ થી વધુની છેતરપીંડી ના ગુન્હાના સાગરીતોની એલ.સી.બી, અમદાવાદ ગ્રામ્ય ધ્વારા અટકાયત.
ગઇ તા.૦૩/૦૯/૨૦૧૪ ના રોજ ધંધુકા ખાતે ની પંજાબ નેશનલ બેન્કના ખાતા ધારક આબીદભાઇ ધ્વારા પંજાબ નેશનલ બેન્ક, દિલ્હી ગ્રેટર કૈલાશ પાર્ટ-૨, નવી દીલ્હી શાખાનો નો ધ ઇનડ્યુર પ્રાઇવેટ લીમી. ના ઓર્થોરાઇઝ સીગ્નેચર નરેન્દ્ર પી ગુપ્તા ના નામનો બનાવટી રૂ છ કરોડ સાઇઠ લાખની માતબર રકમનો ચેક પોતાના ખાતામાં જમા કરાવી, જય અંબે ચેરીટેલબ ટ્રસ્ટ, અમદાવાદમાં આર.ટી.જી.એસ.માગી બેન્ક સાથે છેતરપીડી નો ગુન્હો આચરેલ જે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ શ્રી, નિર્લીપ્તરાય પોલીસ અધિક્ષકશ્રી અમદાવાદ ગ્રામ્ય નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી અને ધધુકા પો.સ્ટે.ના માણસોની અલગ અલગ ટીમો બનાવી આ પધ્ધતી થી ગુન્હા આચરતી ચોક્કસ ગેગની માહિતિ એકત્રીત કરવા ચક્રો ગતિમાન કરેલ
દરમ્યાન ચોક્કસ બાતમી અને ઇલેક્ટ્રોનીક સવેલન્સ અન્વયે શ્રી એ.વાય બલોચ પોલીસ સબ ઇન્સ્પેકટર, એલ.સી.બી.,અને શ્રી. એ.બી. જાડેજા પો.સ.ઇ ધધુકા પોલીસ.ની ટીમે વોચ ગોઠવી ધંધુકા બસ સ્ટેન્ડ નજીક થી સેન્ટ્રો ગાડી સાથે ઝડપી પાડેલ
અઠંગ ઠગ ટોળકી ના માસ્ટર માઇન્ડ સાથે અન્ય સાગરીતો ઝડપાયા
(૧) વિજયભાઇ બાબુભાઇ ચોરવાડીયા ઉ.વ.૨૫ રહે.અમદાવાદ (સી.એ)
(૨) ઇમરાન શેફખાન પઠાણ ઉ.વ. ૩૫ રહે. ગાંધીનગર
(૩) શાહબાઝખાન હમીદ ઉલ્લા ખાન પઠાણ ઉવ. ૪૨ રહે .વડોદરા મૂળ મૂઝફરનગર (યુ.પી)
આરોપીઓની ગુન્હો કરવાની પધ્ધતી
આ ઠગ ટોળકીનો માસ્ટર માઇન્ડ વિજયભાઇ બાબુભાઇ ચોરવાડીયા ચાર્ટડ એકાઉન્ટ (સી.એ) હોઇ મોટી કંપની ના વાર્ષિક ટન ઓવર થી માહિતગાર હોઇ પોતાની આવડતનો ગલત ઉપયોગ કરી બનાવટી ચેક ધ્વારા કરોડો રૂ.પોતાના સાગરીતો ના ખાતામાં જમા કરાવી અલગ અલગ ટ્રસ્ટ્રોમાં રીયલ ટાઇમ ગ્રોસ સ્ટેટમેન્ટ ધ્વારા પૈસા મેળવતા આરોપીઓ ધ્વારા અલગ અલગ ટ્રસ્ટ માં નાણા જમા કરવી ઘણા ગુન્હા આચરેલાની શક્યતા રહેલ હોય તે દિશામાં તપાસ હાથ ધરેલ છે.
(ર) પ્રેસનોટ
રેપ વીથ મર્ડર ના ગુન્હાનો ગણતરીના કલાકો માં ભેદ ઉકેલી આરોપીને ઝબ્બે કરતી એલ.સી.બી, અમદાવાદ ગ્રામ્ય
ગઇ તા.૦૫/૦૬/૨૦૧૪ના રોજ દેત્રોજ ઇન્દીરાનગર ખાતે રહેતા જયંતિભાઇ કેશાભાઇ દેવી પૂજક ની સગીર વયની દિકરી ઉ.વ.-૮ ની તેના ઘર નજીક થી સાજના સુમારે રમતા રમતા ગુમ થયેલ અને તેની લાશ આજરોજ વહેલી સવાર ના સાતેક વાગે ઢોર ચીરવાના વરંડાની અંદર થી મળી આવેલ જે અંગે બળાત્કાર વીથ ખૂનનો ગુન્હો દેત્રોજ પો.સ્ટે માં નોધાયેલ જે ગુન્હા ની ગંભીરતા ધ્યાને લઇ શ્રી, નિર્લીપ્તરાય પોલીસ અધિક્ષકશ્રી અમદાવાદ ગ્રામ્ય નાઓએ એલ.સી.બી તેમજ એસ.ઓ.જી.અમદાવાદ ગ્રામ્ય અને દેત્રોજ પો.સ્ટે.ના માણસોની અલગ અલગ ટીમો બનાવી, ગુન્હો શોધવા સૂચના કરેલ
દરમ્યાન શ્રી એ.વાય.બલોચ પો.સ.ઇ. એલ.સી.બી, અને ટીમે ગુન્હાવાળી જગ્યાની વીજીટ કરી ગુન્હાનો અભ્યાસ કરતા કોઇ નજીક નો વ્યક્તિ અથવા ગામના જ વિકૃત ઇસમે આ ગુન્હો આચરેલાના અનુમાન સાથે તે દિશામાં ધ્યાન કેન્દ્રિત કરી પોલીસ અધિક્ષકશ્રી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરેલ તે દરમ્યાન ચોક્કસ બાતમી આધારે શ્રી. આર.બી. કરમટીયા પો.સ.ઇ દેત્રોજ તથા એલસી.બી ની ટીમે દેત્રોજ ખાતે થી આરોપી ને ઝડપી લીધેલ
ચકચારી રેપ વીથ મર્ડરના ઓરોપીસની ધરપકડ
(૧) શૈલેષજી શકરાજી ઠાકોર ઉવ.૨૨ રહે. ઠાકોરવાસ દેત્રોજ ની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરતા તેને આ ગુન્હો આચરેલાની કબૂલાત કરેલ છે.
આમ જીલ્લા એલ.સી.બી.ધ્વારા સપ્તાહ દરમ્યાન છેતરપીડીના ગુનાના તથા બળાત્કાર ના ગુનાના કામના આરોપીઓને પકડી પાડી સારી કામગીરી કરવામાં આવેલ છે.
(નિર્લિપ્ત રાય)
પોલીસ અધિક્ષક
અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ
|