Top
પોલીસ અધીક્ષકશ્રીની કચેરી,અમદાવાદ

Reading problem ?

 હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્‍ય.

અઠવાડિક તા.૧૧/૦૮/૨૦૧ થી તા.૧૭/૦૮/૨૦૧

 

પ્રેસનોટ

ધાડ-  ઘરફોડ ચોરી ના ગુન્‍હા આચરતી દાહોદની દહમા ગેંગ ના બે સાગરીતોને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી.,

 

                       અમદાવાદ ગ્રામ્‍ય જીલ્‍લાના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્‍તારના બારેજા વિસ્‍તારમાં તાજેતરમાં સોસાયટીના છેવાડાના મકાનનું તાળું તોડી લાકડાના કબાટમાં મુકેલ સોના ચાંદીના દાગીના તેમજ લેપટોપ, કેમેરા, ધડિયાર, તેમજ રોકડા મળી કુલ અંદાજી ત કિ.રૂ- ૨,૭૫,૦૦૦/- ના મત્તાની ચોરીનો બનાવ બનવા પામેલ. આ ગુન્‍હાઓની ગંભીરતા ધ્‍યાને લઇ જીલ્‍લા પોલીસ વડાશ્રી નિર્લિપ્‍ત રાય નાઓ એ ગુનાની પધ્‍ધતિ આધારે દાહોદ તરફની ગેંગની સંડોવણી ની શકયતા હોઇ તે દિશામાં તપાસ કરવા સુચના અને માર્ગદર્શન આપતા પો.સ.ઇ. શ્રી એ.વાય.બલોચ તથા એલ.સી.બી. ની ટીમે ગુનાની પધ્ધતી નો અભ્યાસ કરી આ પ્રકારના ગુન્‍હાઓ આચરતી ગેંગની માહિતી એકત્રિત કરી ચોક્કસ દિશામાં ધ્‍યાન કેદ્રીત કરી માહિતી મેળવવા ચક્રો ગતિમાન કરેલ. દરમ્‍યાન આજરોજ  એલ.સી.બી પો.સબ.ઇન્‍સ શ્રી તથા એલ.સી.બી ટીમે ચોક્કસ બાતમી આધારે ખુજબ જહેમત ઉઠાવી બાવળા, રજોડા પાટીયાથી ગેંગના બે સાગરીતો ને ઝડપી પાડેલ છે

 

ઘરફોડ ચોરી ના ગુન્‍હા આચરતી દહામા ગેગના બે રીઢા આરોપી ઝડપાયા

 

(૧) સુરેશભાઇ બાબુભાઇ દહમા ઉ.વ. ૨૦ રહે. કાલીયાવાડ તા. ધાનપુર જી .દાહોદ

(૨) મલાભાઇ હરજીભાઇ દહમા ઉ.વ. ૨૮ રહે દહમા ફળીયુ,

        ઉંડાર તા. ધાનપુર જી .દાહોદ

                       

 

                        ઉપરોકત આરોપીઓની અટકાયત કરી આગવી ઢબે ધનિષ્‍ઠ પુછપરછ કરતા પોતે તથા સાગરીતો સાથે મળી ઉપરોક્ત ધરફોડ ચોરીનો ગુન્‍હો આચરેલાની કબુલાત કરેલ છે.

 

ઘરફોડ ચોરી ના વોન્‍ટેડ રીઢા આરોપી ઝડપાયા

 

                ઉપરોક્ત આરોપીઓ અત્રેના જીલ્‍લા ના અસલાલી પો.સ્‍ટે.- ૦૧, વિરમગામ ટાઉન પો.સ્‍ટે.- ૧, ખેડા જીલ્‍લાના કપડવંજ પો.સ્‍ટે– ૧ તથા વડોદરા ગ્રામ્‍ય જીલ્‍લાના બોડેલી પો.સ્‍ટે.-૦૧, દાહોદ જીલ્‍લના લીમખેડા પો.સ્‍ટે. – ૩ મળી કુલ- ૦૭ ઘરફોડ ચોરીના ગુન્‍હામાં વોન્‍ટેડ હોવાની માહિતી હાલ સુધી મળેલ છે.

આરોપીઓની ગુન્‍હો કરવાની પધ્‍ધતી

 

                        ઉપરોકત આરોપી સાગરીતો સાથે

દિવસ દરમ્‍યાન જુદા જુદા વિસ્‍તારમાં રેકી કરી રોડ ઉપરની  સોસાયટીનુ છેવાડાનુ બંધ મકાનની પસંદગી કરી રાત્રી દરમ્યાન બંધ મકાનને ટાર્ગેટ બનાવી ગુન્‍હાઓ આચરતા હતા. આ ગેંગમાંથી બે માણસો મકાનની અંદર જતા અને બાકીના માણસો રોડ ઉપર વોચ કરતા. અને ચોરીમા મળેલ માલ ની સરખેભાગે વહેચણી કરતા. આ આરોપીઓ મોજશોખ માટે ગુના આચરતા હતા. 

 

                  આમ જીલ્લા એલ.સી.બી.ધ્વારા સપ્તાહ દરમ્યાન ધરફોડ ચોરીના આરોપીઓને પકડી પાડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

(નિર્લિપ્ત રાય)

પોલીસ અધિક્ષક

અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

  આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
નાગરિક સુવિધા કેન્દ્ર
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટી

પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ

સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
---તત્કાલ સેવાઓ ---
હોસ્પીટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

વિગતવાર જૂઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 19-08-2014