Top
પોલીસ અધીક્ષકશ્રીની કચેરી,અમદાવાદ

Reading problem ?

 હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્‍ય.

અઠવાડિક તા.૦૪/૦૮/૨૦૧ થી તા.૧૦/૦૮/૨૦૧

 

પ્રેસનોટ

 સરકારી શાળામાંથી કોમ્પ્યુટરની ચોરી કરતી ગેંગના સાગરીતોને ઝડપી પાડતી  અમદાવાદ ગ્રામ્‍ય એલ.સી.બી  

                       આગામી ૧૫મી ઓગષ્ટ અન્વયે તકેદારીના ભાગરૂપે જીલ્‍લા પોલીસ વડાશ્રી   નિર્લિપ્ત રાય સાહેબશ્રી ની સુચના અનુંસધાને એલ.સી.બી ના પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એ.વાય.બલોચ તથા એલ.સી.બી.સ્ટાફના માણસોની ટીમ તેમજ શ્રી પી.બી.જાદવ પો.સ.ઇ.શ્રી અસલાલી નાઓ તેમની ટીમ સાથે સયુંકત રીતે વાહન ચેકીંગની કામગીરીમાં       રોકાયેલ હતા તે દરમ્યાન ચોકકસ બાતમી આધારે અંબર ટાવર,ગુલજાર પાર્કના ગેટ સામે ફતેવાડી ખાતે વોચ ગોઠવી સરકારી શાળામાંથી ચોરી કરેલ કોમ્પ્યુટર સાથે ત્રણ  ઇસમોને ઝડપી પાડેલ

ચોરીના કોમ્પ્યુટર સાથે રંગે હાથ રીઢા ગુન્હેગાર ઝડપાયા

 (૧)    ફીરોઝભાઇ સ/ઓ ઐયુબભાઇ બાબુભાઇ મનસુરી   ઉ.વ.૨૭ રહે.૧૯૨/બાગે મશીરા સોસા.અંબર ટાવર સામે ૧૩૨ ફુટ રીંગરોડ ફતેવાડી,અમદાવાદ

(૨) બકસુદઅલી સ/ઓ અબ્બાસઅલી અસગરઅલી સૈયદ  ઉ.વ.૩૫ રહે.ધારા રો હાઉસ રમજાનપાર્ક -૧,ઇબ્રાહીમ મસ્જીદ પાસે,ગ્યાસપુર ફતેવાડી અમદાવાદ

 

(૩) સોહીલ સ/ઓ અકબરભાઇ ઇસ્માઇલભાઇ મનસુરી ઉ.વ.૨૩ રહે.ર/સંજરી પાર્ક જી.ઇ.બી.પાસે,પેથાપુર તા.જી.ગાંધીનગર  

                        નાઓને મો.ફોન -૦૪ કિ.રૂ.૪૦૦૦/- તથા બોલેરો પીકઅપ નંબર જી.જે.૨૭-યુ.૬૪૨૧ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/-  તથા તેમાં ભરેલ કોમ્પ્યુટરના ભાગો શેતરંજી,આસન,પટૃા ગણેશીયુ,બોશ સ્કુ ડ્રાઇવર કિ.રૂ.૧,૩૫,૦૦૦/ - મળી કુલ કિ.રૂ.૪,૩૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ તે સંબધે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહીં. જેથી તેઓની અટકાયત કરી આગવી ઢબે પુછપરછ કરતા ગાંધીનગર જીલ્લાના બહિયલ ખાતેની સરકારી શાળામાંથી ચોરી કેરલાની કબુલાત  કરતા ધનિષ્ઠ પુછપરછ હાથ ધરેલ  

 

કુલ - ૦૪ ધરફોડ ચોરીના ગુન્હા  આચરેલાની કબુલાત.

 

                        આરોપીઓની ધનિષ્ઠ પુછપરછમાં છેલ્‍લા ત્રણેક માસના સમય ગાળામાં ગાંધીનગર જીલ્લાના બહીયલ ,રખીયાલ,સોનારડા તથા અમદાવાદ શહેરના જેતલપુર ની સરકારી શાળામાંથી વિર્ધાથીઓને અભ્યાસ માટે સરકારશ્રીએ ફાળવેલ કોમ્પ્યુટરની ચોરી કરેલાની કબુલાત કરેલ છે.    

 

રૂ.૪,૩૯,૦૦૦/- ની કિમંતનો મુદામાલ રીકવર

            આરોપીઓએ ચોરી કરેલ મુદામાલ પૈકી કોમ્પ્યુટર ના એચ.સી.એલ.કંપનીના સીપીયુ નંગ-૬ મોનીટર નંગ – ૧૨ કીબોર્ડ -૧૪,એલ.જી. કંપનીનું એલ.સી.ડી.ટીવી-૧,કોમ્પ્યુટર ના સ્પીકર,માઉસ તથા શેતરંજી તેમજ તાળા તોડવા માટેનું લોખંડનું ગણેશીયુ,કોશ તથા સ્કુ ડ્રાઇવર કુલ.રૂ.૪,૩૯,૦૦૦/- નો મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.

આરોપીઓની ગુન્હો કરવાની પધ્ધતિ

સરકારી શાળામાં ચોકીદાર ન હોવાથી સરકારી શાળાને શોફટ ટાર્ગેટ બનાવી શાળાના કોમ્પ્યુટર રુમના તાળા તોડી કોમ્પ્યુટરની ચોરી કરતા હતા અને  આરોપી સોહીલ સ/ઓ અકબરભાઇ ઇસ્માઇલભાઇ મનસુરી ની કોમ્પ્યુટરની દુકાન હોઇ સહેલાઇથી ચોરીના કોમ્પ્યુટરનો નિકાલ કરી શકે તેમ હોઇ ઉકત આરોપીઓ પૈકી આરોપી બકસુદઅલી સ/ઓ અબ્બાસઅલી અસગરઅલી સૈયદની બોલેરો પીક-અપ જીજે-ર૭-યુ-૬૪ર૧ લઇ તેમાં ભરી લઇ જઇ બારોબાર વેચી પૈસા મોજશોખ કરવા વાપરતા હતા  

આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસ

ઉપરોકત આરોપીઓ પેકી બકસુદઅલી સ/ઓ અબ્બાસઅલી અસગરઅલી સૈયદનાનો સને ૨૦૦૮માં આર્મ  એકટના ગુન્હામાં સરખેજ પો.સ્ટે.માં સંડોવાયેલ છે.અને નિવુત પોલીસ કર્મચારી નો પુત્ર છે. .  

 

                  આમ જીલ્લા એલ.સી.બી.ધ્વારા સપ્તાહ દરમ્યાન સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર ની ચોરી તથા ધરફોડ ચોરીના આરોપીઓને પકડી પાડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

(નિર્લિપ્ત રાય)

પોલીસ અધિક્ષક

અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

  આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
નાગરિક સુવિધા કેન્દ્ર
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટી

પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ

સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
---તત્કાલ સેવાઓ ---
હોસ્પીટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

વિગતવાર જૂઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 11-08-2014