Top
પોલીસ અધીક્ષકશ્રીની કચેરી,અમદાવાદ

Reading problem ?

 હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્‍ય.

અઠવાડિક તા.૨૮/૦૭/૨૦૧ થી તા.૦૩/૦૮/૨૦૧

 

 

(૧) પ્રેસનોટ

 બાઇક ચોરી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડતી  અમદાવાદ ગ્રામ્‍ય એલ.સી.બી  

                       અમદાવાદ ગ્રામ્‍ય જીલ્‍લાના પોલીસ વડાશ્રી   નિર્લિપ્ત રાય સાહેબશ્રી નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ એલ.સી.બી પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એ.વાય.બલોચ તથા એલ.સી.બી.સ્ટાફના માણસોએ ચોકકસ બાતમી આધારે સાંણદ વિરમગામ હાઇવે રોડ માધવનગર બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી ચોરીના બાઇક સાથે બે ઇસમોને ઝડપી પાડેલ

બાઇક ચોરીના રીઢા ગુન્હેગાર ઝડપાયા

                       

(૧) ઇમરાનશા સ/ઓ યાસીનશા મોતીશા જાતે ફકીર(દીવાન)  ઉ.વ.૨૬ રહે. જુહાપુરા વિશાલા સર્કલ રીયલ રેસીડેન્સી મ.નં.૩૦૧ વેજલપુર અમદાવાદ મુળ રહે.સવલાસ તા.પાટડી જી.સુરેન્દનગર

 

(૨) હનીફભાઇ બીશુભાઇ જાતે સીપાઇ ઉ.વ.૨૮ રહે.સવલાસ રબારીવાસ તા.પાટડી જી.સુરેન્દનગર

                        નાઓને હીરો હોન્ડા પેશન પ્લસ બાઇક કિ.રૂ. ૨૦,૦૦૦/- તથા એક મો.ફોન કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨૧૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી બાઇક સંબધે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહીં. જેથી તેઓની અટકાયત કરી આગવી ઢબે પુછપરછ કરતા અમદાવાદ શહેર વી.એસ.હોસ્પીટલ ના પાર્કિગ માંથી ચોરી કરેલાની કબુલાત કરતા ધનિષ્ઠ પુછપરછ હાથ ધરેલ  

 

કુલ - ૧૦ બાઇક ચોરી કરેલાની કબુલાત.

 

                        આરોપીઓની ધનિષ્ઠ પુછપરછમાં છેલ્‍લા છ માસના સમય ગાળામાં દિવસ દરમ્યાન અમદાવાદ શહેર વિસ્તારની અલગ અલગ જગ્યા વી.એસ.હોસ્પી. ના પાર્કીગ વી.એસ.સામેની પકવાન રેસ્ટોરેન્ટ સામેથી,પાલડી સુરેન્દનગર તરફ જતી લકઝરી બસના સ્ટેન્ડ નજીકથી તથા અંજલી ચાર રસ્તા નજીક થી અલગ અલગ સમયે કુલ-૧૦ બાઇકની ચોરી કરેલાની કબુલાત કરેલ છે.    

 

રૂ.૧,૮૩,૦૦૦/- ની કિમંતના ચોરીન -૧૦ બાઇક રીકવર

            આરોપીઓએ ચોરી કરેલ બાઇક પૈકીના કુલ-પ  બાઇક પોતાના વતન પાટડી ખાતે આરોપી નં.(ર) ના ધરે સંતાડી રાખેલ તથા પાટડી ચાર રસ્તા પાસેન લકી ઓટો ગેરેજ વેચાણ અર્થે કુલ-૪ બાઇક આપેલાની કબુલાત કરતા અલગ અલગ કુલ -૧૦ બાઇક કિ.રૂ.૧,૮૩,૦૦૦/- ના રીકવર કરેલ છે.જેમાં હીરો હોન્ડાના સ્પેલન્ડર પ્લસ/પેશન પ્લસ -૦૮ બાઇક તથા બજાજ ડીસ્કવર -૦૧ અને પલ્સર બાઇક -૦૧ નો સમાવેશ થાય છે.

આરોપીઓની ગુન્હો કરવાની પધ્ધતિ

આરોપીઓ અમદાવાદ શહેર વિસ્તારમાં શટલીય રીક્ષા મારફતે જઇ જાહેર જગ્યામાં પાર્કિગ કરેલ મો.સા.નું સ્ટેરીંગ લોક ખુલ્લુ હોય તેવા બાઇકને ટાર્ગેટ બનાવી બાઇકનું શોકેટ ખેચી બાઇક ડાયરેકટ ચાલુ કરી ચોરી કરતા અને પેસા મોજશોખ કરવા વાપરતા હતા

આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસ

ઉપરોકત આરોપીઓ પેકી ઇમરાનશા સ/ઓ યાસીનશા મોતીશા જાતે ફકીર (દીવાન) ઉ.વ.૨૬ હાલ રહે.જુહાપુરા વીશાલા સર્કલ રીયલ રેસીડેન્સી મ.નં.૩૦૧ વેજલપુર અમદાવાદ નાનો અગાઉ બે વત અમદાવાદ શહેરના વેજલપુર પો.સ્ટે.માં બાઇક ચોરીના ગુન્હામાં સંડોવાયેલ છે. અને પોતાના ધર માંજ માતબર રકમન ચોરી કરેલ તથા પોતાના વતનમાં મારા મારી ના ગુન્હામા સબ જેલમાં હતો તે સમયે બાઇક ચોરીના ગુન્હાની મુદતે અમદાવાદ આવતા સી.એન.જી.પમ્પ ઉપર ચકમો આપી જાપ્તામાંથી ભાગ ગયલ તેજ તેના પિતા પણ હાલ ખુન કેશ ના ગુન્હામાં સજા કાપી રહેલ છે.  

 

(ર)  પ્રેસનોટ

ગણત્રીના દિવસોમાં ઘરફોડ ચોરીના ગુન્‍હાનો ભેદ ઉકેલતી  અમદાવાદ ગ્રામ્‍ય, એલ.સી.બી.,

 

અત્રેના જીલ્‍લાના સાંણદ ખાતે તાજેતરમાં ટ્રાન્‍સપોર્ટ નુ ગોડાઉન તોડી કરીયાણુ, સાડીનુપાર્સલ,સીલાઇ મશીન ઇલેક્ટ્રીક ગુર્ડઝ વિગેરે પરચુરણ સર-સામાનની ચોરીનો બનાવ બનવા પામેલ જે બનાવ સંબધે જીલ્લા પોલીસ વડાશ્રી નિર્લિપ્‍તરાય સાહબેશ્રી નાઓએ એલ.સી.બી.ના,પોલીસ સબ ઇન્સ્પેકટર, શ્રી એ.વાય.બલોચ નાઓને કોઇ ચોક્કસ ગેગ સક્રિય થયેલ હોઇ ચોક્કસ દિશામાં ધ્‍યાન કેન્‍દ્રીત કરી ગુન્‍હો શોધી કાઢવા સૂચના કરેલ,પો.સ.ઇ.શ્રી એલ.સી.બી તથા સ્‍ટાફના માણસોએ આ એમ.ઓ.થી ચોરી કરતી અલગ અલગ ગેગોની માહિતિ મેળવી ગુન્‍હો શોધવા ચક્રો ગતિમાન કરેલ દરમ્‍યાન આ ગુન્‍હામાં છોટા હાથી ગાડીનો ઉપયોગ થયેલાનુ અને ધાનેરાની ચૌધરી ગેગ સંડોવાયેલ હોવાની માહિતી મળતા ચોકકસ બાતમી આધારે એસ.પી. પટેલ રીગ રોડ, સીલજ ચાર રસ્‍તા નજીક વોચ ગોઠવી ચોરી માં ઉપયોગ કરેલ ટાટા એ.સી.ઇ ગાડી તથા ચોરીના મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી પાડેલ

ચોરીના મુદ્દામાલ સાથે રંગે હાથ ઘરફોડચોરીના રીઢા ગુન્‍હેગાર ઝડપાયા.

 (૧) દિનેશ ઉર્ફ નયનભાઇ રમેશભાઇ દંતાણી ઉ.વ.૨૯ રહે. ૭/કૃષ્‍ણકાંત કોલોની, ચાંદખેડા-રેલ્‍વે સ્‍ટેશન પાછળ, ચાંદખેડા, અમદાવાદ

 

(૨)   રમેશભાઇ મોઘાજી ચૌધરી ઉ.વ. ૨૨ રહે. બોરીસણા તા.કલોલ મૂળ ગામ ઘોણા તા.ડીસા જી.બનાસ.કાઠા

 

(૩)   દુર્ગેશભાઇ દેવરાજભાઇ ચૌધરી ઉ.વ. ૨૬ રહે. સીદબાદ હોટલ સામે, કલોલ તા. કલોલ મૂળ ગામ માલોત્રા તા.ધાનેરા જી.બનાસ.કાઠા

 

(૪) લાખાભાઇ વેરશીભાઇ ઠાકોર  ઉ.વ. ૧૯ રહે. સોતવાડા તા. ધાનેરા જી.બનાસ.કાઠા

 

(૫) સુરેશભાઇ ગોકળભાઇ ચૌધરી  ઉ.વ. ૨૪ રહે. હિરાવાડી, આંનદબાગની પાછળ બાપુનગર અમદાવાદ. મૂળગામ કોટડા તા. ધાનેરા જી.બનાસ.કાઠા

 

 

                નાઓને મો.ફોન-૦૫ કિ.રૂ.૩૫૦૦/- તથા ટાટા એ.સી.ઇ. નં. G.J.01,C V 1941 કિ.રૂ.૨,૫૦,૦૦૦/- તથા તેમાં ભરેલ સીલાઇ મશીન-૨, અગરબત્તીના પેકેટ, અલગ અલગ કલરના કાપડના પીસ, રીધ્ધિ સીધ્ધિ દંશાગ ધુપ, ગુલાબજલ/ગંગાજલ-૧૦૦ એમ.એલ. બોટલો, માતાજીની નાની ચુદડી ના પેકેટ, ધજા ના પેકેટ, વાયરના બંડલ, પતાસા નુ બોક્ષ, ડીજી તુલા વેઇટ માસ્‍ટર્સ ઇલે. વજન કાટો વિગેરે પરચુરણ સરસામાન કિ.રૂ. ૬૨,૬૫૦/- મળી કુલ રૂ.૩,૧૬,૧૫૦/- નો મુદ્દામાલ મળી આવેલ તે સંબધે પૂછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહિ જેથી તેઓની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરતા અમદાવાદ જીલ્‍લા,અમદાવાદ શહેર, બનાસ કાઠા ના ધાનેરા, રાજસ્‍થાનના સાચોર વિગેરે જગ્‍યાએ ઘરફોડ ચોરીના ગુન્‍હા આચરેલા ની કબૂલાત કરતા ઘનિષ્‍ટ પૂછપરછ હાથ ધરેલ

 

 

કુલ-૧૧ ઘરડોડ ચોરીના ગુન્‍હા આચરેલાની કબૂલાત

 

                આરોપીઓ ની ઘનિષ્‍ટ પૂછપરછ માં છેલ્‍લા એક વર્ષના સમય ગાળા માં કુલ- ૧૧ ઘરફોડ ચોરી કરેલા ની કબૂલાત કરેલ તે પૈકી અમદાવાદ ગ્રામ્‍ય જીલ્‍લાના સાણદ પો.સ્‍ટે.-૦૪, અમદાવાદ શહેરના વેજલપુર પો.સ્‍ટે.-૨, બનાસ કાઠા જીલ્‍લાના ધાનેરા પો.સ્‍ટે-૦૧, ગાંધીનગર જીલ્‍લાના કલોલ-૨, રાજસ્‍થાન રા્જયના સાંચોર-૨, નો સમવેશ થાય છે.

 

રૂ.૩,૫૪,૬૬૦/- ની કિમતનો મુદ્દામાલ રીકવર  

                આરોપીઓએ ચોરી કરેલ મુદ્દામાલ પૈકી સાડીઓ તથા પરચુરણ કરીયાણાના સર સામાન ઇલે. ગુર્ડઝ વિગેરે મળી કુલ રૂ.૩,૫૪,૬૬૦/- નો મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે.        

આરોપીઓ ની ગુન્‍હો કરવાની પધ્‍ધતિ

 

                ઉપરોક્ત આરોપીઓ દિનેશ ઉર્ફ નયનભાઇ રમેશભાઇ દંતાણી નુ ટાટા એ.સી.ઇ. નં. G.J.01,C V 1941 લઇ નિકળતા અને મુખ્‍યત્‍વે કરીયાણા ની છેવાડાની દૂકાન ને ટાર્ગેટ બનાવી ચોરી કરતા અને સર સામાન છોટા હાથી માં ભરી લઇ જઇ બારોબાર વેચી પૈસા મોજશોખ કરવા વાપરતા હતા                      

          આમ જીલ્લા એલ.સી.બી.ધ્વારા સપ્તાહ દરમ્યાન જીલ્લાના બાઇક ચોરી તથા ધરફોડ ચોરીના આરોપીઓને પકડી પાડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

(નિર્લિપ્ત રાય)

પોલીસ અધિક્ષક

અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

  આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
નાગરિક સુવિધા કેન્દ્ર
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટી

પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ

સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
---તત્કાલ સેવાઓ ---
હોસ્પીટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

વિગતવાર જૂઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 04-08-2014