સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્ય.
અઠવાડિક તા.૨૧/૦૭/૨૦૧૪ થી તા.૨૭/૦૭/૨૦૧૪
પ્રેસનોટ
લોખંડ સળીયા ચોરી ગેગના સાગરીતોને ઝડપી ગુન્હાનો ભેદ ઉકેલતી એ.સી.બી, અમદાવાદ ગ્રામ્ય
અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના ચાગોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના બાવળા થી સાંણદ જતા એપ્રોચ રોડ ઉપર લોદરીયા ગામની સીમમાંથી ગઇ તા.૦૮/૦૭/૨૦૧૪ ની રાત્રીના ફરીયાદીશ્રી જનકસિહ રણજીતસિહ ચુડાસ્મા રહે. ધોલેરાનાઓ પોતાના કબ્જા ભોગવટાની ટ્રકનં. જીજે.૧૦ વી ,૩૫૦૧ માં લોખડના સળીયા અંદાજે વજન ૧૬ ટન કિ.રૂ. ૬,૦૦,૦૦૦/-ના ભરી ભાવનગર થી રાધનપુર જતા દરમ્યાન રસ્તામાં લોદરીયા ગામ નજીક એક કાળા કલરની ઇકો ગાડીમાં આવેલ ચાર અજાણ્યા ઇસમોએ ટ્રક રોકી ફરીયાદીશ્રીને ઇકો ગાડીમાં બળજબરીથી બેસાડી સળીયા સહિત ટ્રક ની લૂંટ કરી લઇ ગયેલ જે અંગે ચાગોદર પો.સ્ટે.માં ગુન્હો નોંધાયેલ.આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ જીલ્લા પોલીસ વડાશ્રી નિર્લિપ્ત રાય નાઓએ શ્રી એ.વાય બલોચ , પોલીસ સબ ઇન્સ્પેકટર, એલ.સી.બી., નાઓને આ પ્રકારના ગુન્હાઓ આચરતી ગેંગ સક્રિય થયેલ હોઇ ચોક્કસ દિશામાં ધ્યાન કેદ્રીત કરી માહિતી મેળવવા સૂચના કરેલ. દરમ્યાન ચોક્કસ બાતમી આધારે બાવળા બગોદરા હાઇવે રોડ ઉપર બાવળા ઢેઢાળ ચોકડી ખાતે વોચ ગોઠવી લોખંડના સળીયા ભરેલ આઇસર સાથે કૂલ-૬ ઇસમોને ઝડપી પડેલ
ચોરીના મુદ્દામાલ સહિત કૂલ-૬ ઝડપાયા
(૧) રણછોડભાઇ ભૂપતભાઇ કો.પટેલ ઉ.વ.૨૯ રહે. ડરણ તા.બાવળા
(૨) રાધેશ્યામભાઇ નાનજીભાઇ કો.પટેલ ઉ.વ.૨૬ રહે. સાકોળ તા. બાવળા
(૩) નવીનભાઇ નારણભાઇ કો.પટેલ ઉ.વ.૨૪ રહે. જુવાલ તા. સાંણદ
(૪) ભૂપતભાઇ નવઘણભાઇ કો.પટેલ ઉ.વ.૨૬ રહે.સાકોર તા.બાવળા
(૫) સરદારભાઇ કાંતીભાઇ કો.પટેલ ઉ.વ.૨૧ રહે. જુવાલ તા. સાંણદ
(૬) હરીભાઇ બાબુભાઇ કો.પટેલ ઉ.વ.૨૦ રહે. જુવાલ તા.સાંણદ
ઉપરોકત આરોપીઓ પાસેથી લોખંડના સીળીયા વજન ૯૭૨૫ કિલો કિ.રૂ. ૪,૨૩,૦૩૭/૫૦ મો.ફોન નંગ- ૦૨ કિ.રૂ. ૧૫૦૦/- મારૂતિ-ઇકો ગાડી નં. જી.જે.૦૧, આરડી ૯૪૧૪ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ટાટા લોડીગ ગાડી નં.જી.જે.૧,સી.વાય ૪૯૮૪ કિ.રૂ. ૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૨૪,૫૩૭/૫૦ નો મુદ્દામાલ મળી આવેલ જે અંગે તેઓની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહીં. જેથી ઉપરોકત આરોપીની અટકાયત કરી આગવી ઢબે ધનિષ્ઠ પુછપરછ કરતા પોતે તથા સાગરીતો સાથે મળી ઉપરોક્ત ગુન્હો આચરેલાની કબુલાત કરેલ
આરોપીએ છેલ્લા એક વર્ષ દરમ્યાન-૪ગુન્હા આચરેલાની કબુલાત કરેલ છે.
ઉપરોકત આરોપીઓએ છેલ્લા એક વર્ષ દરમ્યાન લોખંડ સળીયાના ચોરી ના ચાર ગુન્હા આચરેલાની કબૂલાત કરેલ છે. જેમાં ભાયલા થી ચીયાડા રોડ ઉપરની એક ફેકટરી માંથી, સાંણદ પાસેના કુડળ ગામે ફાર્મહાઉસ માંથી,વાકાનેર પાસે ની કન્ટ્રક્શન સાઇડ ઉપર થી સળીયાની ભારીઓની ચારીઓ કરેલ છે
આરોપીઓની ગુન્હો કરવાની પધ્ધતી
ઉપરોકત આરોપી સાગરીતો સાથે ટાટા લોડીગ ગાડી નં. જી.જે.૦૧,સી.વાય ૪૯૮૪ નુ લઇને નિકળતા અને છેવાડાની ફેક્ટરી/ફાર્મ હાઉસ/કન્ટ્રક્શન સાઇડ પરના લોખંડના સળીયા ની ભારી ઓની ચોરી કરી પૈસા મોજશોખમાં વાપરતા હતા.
આમ જીલ્લા એલ.સી.બી.ધ્વારા જીલ્લાના ધોરી માર્ગો ઉપરથી અવર જવર કરતા માલ વાહક વાહનો માંથી માલસામાન તથા ચીજ વસ્તુઓની ચોરી કરતી ગેંગનો પદાર્ફાશ કરી ગેંગને ઝબ્બે કરતા સમ્રગ ટ્રાન્સપોર્ટ આલમમાં ખુશીની લહેર જોવા મળેલ છે.
(નિર્લિપ્ત રાય)
પોલીસ અધિક્ષક
અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ
|