Top
પોલીસ અધીક્ષકશ્રીની કચેરી,અમદાવાદ

Reading problem ?

 હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્‍ય.

અઠવાડિક તા.૩૦/૦૬/૨૦૧ થી તા.૦૬/૦૭/૨૦૧

 

                              પ્રેસનોટ

ચાલુ ટ્રકે ટ્રકની તાડપત્રી કાપી ટ્રકમાંના માલ સામાનની ચોરી કરતી ગેડીયા ગેંગના મુખ્ય સુત્રધારને અટકાયત કરતી અમદાવાદ ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી.

                       અમદાવાદ ગ્રામ્‍ય જીલ્‍લાના અમદાવાદ માલવણ ભુજ(કચ્છ) હાઇવે તથા વિરમગામ – બહુચરાજી હાઇવે તથા અમદાવાદ બાવળા બગોદરા હાઇવે રોડ ઉપર અવાર નવાર ચાલુ ટ્રકે ટ્રકની તાડપત્રી કાપી ટ્રકમાના માલ સામાન ની ચોરીના બનાવના અનુસંધાને સુ.શ્રી ગગનદીપ ગંભીર સાહેબ પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્ય નાઓએ           ગેુનાઓ શોધી કાઢવા એલ.સી.બી.પો.સ.ઇ. શ્રી  એ.વાય.બલોચ ને જરુરી માર્ગદશન સુચના આપતા આવા પ્રકારના ગુન્‍હાઓ આચરતી ગેંગના સાગરીતો  ઉપર ધ્‍યાન કેદ્રીત કરી માહિતી મેળવવા ચક્રો ગતિમાન કરેલ.અને જુદી જુદી ટીમો બનાવી વર્ક આઉટ કરતા ગેડીયા ગેંગની સંડોવણી ની માહીતી મળેલ.  

                        આજ રોજ પોલીસ અધિક્ષક શ્રી અમદાવાદ ગ્રામ્ય નાઓ ધ્વારા કોમ્બીગ નાઇટનું આયોજન કરવામાં આવેલ દરમ્‍યાન પો.સ.ઇ શ્રી એ.વાય.બલોચે ચોકકસ માહીતી આધારે ટીમના માણસો પો.કોન્સ ધરમશીભાઇ શાહરભાઇ બં.નં.૮૮૪ તથા પો.કોન્સ અજયસીહ મહીપતસીહ બં.નં. ૫૮૪ તથા પો.કોન્સ મહેન્દ્રસીહ હરીસિહ બ.ન.૧૧૪  તથા પો.કોન્સ દીનેશભાઇ જીલુભા બં.નં.૮૩૩ સાથે હાંસલપુર ચોકડી પાસે વોચ ગોઠવી ગેડીયા ગેંગના મુખ્ય સુત્રધાર ને પકડી અટક કરી પુછ પરછ કરતા ચાલુ ટ્રકે તાટપત્રી કાપી ૧૦૦ જેટલી ચોરીઓની કબુલાત કરેલ છે.  

 

ગેડીયા ગેંગનો મુખ્ય સુત્રધાર પકડાયો.

                       

વસીમખાન બીસ્મીલ્લાખાન મલેક રહે. ગેડીયાગામ તા.પાટડી જી. સુરેન્‍દ્રનગર 

ચાલુ ટ્રકે તાડપત્રી કાપી ચોરીના ૪૪ ગુન્હાઓનો ભેદ ઉકેલાયો  

 

                        સદર ઇસમની ધનિષ્ઠ પુછપરછ કરતા આ ગેંગના માણસો ત્રણેક વર્ષથી હાઇવે રોડ ઉપર કીમતી માલ સામાન ભરેલ ચાલુ ટ્રકની પાછળ પોતાની સ્કોપીર્યો ગાડી રાખી ટ્રકની તાડપત્રી કાપી તેમાંથી કીમંતી માલ સામાન જેવો કે ઇલેકટ્રોનીક આઇટમ ટી.વી.વોશીગ મશીન તેમજ ગાડીના ટાયરો તથા જીરૂ એરંડા ચોખા વિગેરે અનાજ તથા પ્લાસ્ટીકના દાણા તથા તેલ – ધીના ડબ્બા જેવો કીમતી માલ સામાનની ચોરી કરતા હોવાની કબુલાત કરેલ છે. અને  અમદાવાદ જીલ્લાના બાવળા બગોદરા ધોળકા વિશ્રમગામ ટાઉન સુ.નગર જીલ્લાના પાટડી લખતર સાયલા પોલીસ સ્ટેશનના કુઇ – ૭ તેમજ મહેસાણા જીલ્લાના નદાસણ પોલીસ સ્ટેશનના ર ગુન્હાની કબુલાત કરેલ છે.આમ કુલ ૪૪ જેટલા દાખલ થયેલા ગુન્હાઓની કબુલાત કરેલ છે.

 

                        આ પકડાયેલ ઇસમ ગેડીયા ગેંગનો મુખીયો છે.આ ગેંગ મોજ શોખ આચરે છે. આ ગેંગ દીવસ દરમ્યાન છુપાઇ રહે છે.અને રાત્રીના ગુના આચરવા નીકળે પડે છે.તેમજ આ ગેંગ લોખંડ લાકડાની બંધ બોડીની ટ્રકોને ટાર્ગેટ કરતા નથી પરંતુ તાડપત્રી બાંધેલ ટ્રકોને જ ટાર્ગેટ કરે છે. કારણકે તાડપત્રી સહેલાઇથી કાપી તેમાંથી ચોરી કરી શકાય ,

                આમ જીલ્લા એલ.સી.બી.ધ્વારા જીલ્લાના ધોરી માર્ગો ઉપરથી અવર જવર કરતા માલ વાહક વાહનો માંથી  ટાટ પત્રી કાપી કીમંતી ચીજ વસ્તુઓની ચોરી કરતી ગેંગનો પદાર્ફાશ કરી ગેંગને ઝબ્બે કરતા સમ્રગ ટ્રાન્સપોર્ટ આલમમાં ખુશીની લહેર જોવા મળેલ છે.

 

 

(ગગનદીપ ગંભીર)

પોલીસ અધિક્ષક

અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ                                   

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

  આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
નાગરિક સુવિધા કેન્દ્ર
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટી

પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ

સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
---તત્કાલ સેવાઓ ---
હોસ્પીટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

વિગતવાર જૂઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 08-07-2014