Top
પોલીસ અધીક્ષકશ્રીની કચેરી,અમદાવાદ

Reading problem ?

 હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્‍ય.

અઠવાડિક તા.૨૮/૦૪/૨૦૧ થી તા.૦૪/૦૫/૨૦૧

પ્રેસનોટ

કપાસ ભરેલ ટ્રક લૂંટનુ તરકટ કરી કપાસ બારોબાર વેચી નાખી પૈસા ચાઉ કરવાની, ટ્રકમાલીક/કલીનર ની યોજના ઉપરપાણી ફેરવતી અમદાવાદ ગ્રામ્‍ય, એલ.સી.બી             

        ટ્રક માલીક શ્રી શાકરાભાઇ જીવાભાઇ રબારી કબ્જા ભોગવટા માલીકી ની ટ્રક નં. જી.જે.૧૨ વી ૯૪૨૧ માં મહારાષ્‍ટ્રના આરની ખાતે થી આકોલા, ખોડીયાર ટ્રાન્‍સપોર્ટ મારફતે અંદાજે ૧૧ ટન કપાસ ભરી ટ્રક લઇ કડી આવવા નિકળેલ અને તા.૨૬/૦૪/૧૪ ના ક. ૧/૩૦ વાગે મુનિઆશ્રમ પાસે આવેલ તે સમયે હોટલ બાજુ એક સફેદ કલરની બોલેરો ગાડી પાસે પાંચ માણસો ઉભા હતા અને બે ઉંટ ચાલતા પસાર થયેલ તે સમયે પાંચ માણસો પૈકી એક સફેદ પેન્‍ટ શર્ટ પેહરેલ ઇસમે હાથ ઉચો કરી ગાડી ઉભી રખાવી, ગાડી ના ડ્રાઇવર તથા કંડક્ટર સાઇડ થી એમ, બે ઇસમો ટ્રકમાં ચડી રીયાદીને છરી બતાવી ટ્રકમાંથી બળ પૂર્વક નીચે ઉતારી, ઉચકી બળ જબરીથી બોલેરો ગાડીમાં ઉધો સુવડાવી ધાગધ્રા થી આઠ કિ.મી આવેલ મેવાડા હોટલ નજીક  ઉતારી દઇ ફરીની ટ્રક તથા ટ્રકમાં ભરેલ અંદાજે ૧૧ ટન કપાસ સાથે કુલ કિ..રૂ ૮,૫૦,૦૦૦/- ની લૂટ કરી લઇ ગયા મતલબે ની લૂંટની ફરીયાદ સાંણદ પો.સ્‍ટે નોધાયેલ, ગુન્‍હાની ગંભીરતા ધ્‍યાને લઇ પોલીસ અધિક્ષક શ્રી, અમદાવાદ ગ્રામ્ય  નાઓએ ગુન્‍હાની તપાસ એલ.સી.બી. અમદાવાદ ગ્રામ્‍ય નાઓને સોપેલ

                        એલ.સી.બી.,અમદાવાદ ગ્રામ્‍યના પો.ઇન્‍સ શ્રી,એસ.જી.સોલંકી. તથા પો.સ.ઇ.શ્રી એ.વાય બલોચ અને એ.એસ.આઇ. કરણસિંહ મનુભા, પો.કો. ધરમશીભાઇ શાહરભાઇ, અજયસિંહ મહિપતસિંહ, ચેહરભાઇ ભીખાભાઇ તથા નટવરસિંહ ચૌહાણ તથા એલ.સી.બી. ટીમના માણસોએ જીલ્‍લા પોલીસ વડા સુશ્રી ગંગનદીપ ગંભીર સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર ગુન્‍હાની તપાસ હાથ ધરેલ જેમાં પ્રથમ ગુન્‍હાવાળી જગ્‍યા ની વીઝીટ કરેલ જે ગુન્‍હાવાળી જગ્‍યા મુની આશ્રમ, ચાર રસ્‍તા ઉપર  આજુબાજુમાં  હોટલો આવેલ છે. અને હાલમાં ઉનાળાની સીઝન હોઇ ગરમી ના કારણે મોડી રાત સુધી માણસો જાગતા હોય તેમજ રાત્રી ના સમયે હોટલ બહાર સુતા હોય તેઓની પૂછપરછમાં બનાવ ને સમર્થન મળેલ નહિ, વધુમાં બે ઉટ પસાર થયેલાનુ ફરીયાદીએ ફરીયાદમાં જણાવેલ પરંતુ ગાય, ગધેડા, ની જેમ ઉંટ એ રખડતુ પ્રાણી ન હોઇ તેમજ ફરીયાદીનો મોબાઇલ ફોન  વડોદરા થી સ્‍વીચ ઓફ થયેલાનુ જણાયેલ આમ, ફરીયાદી કઇક હકિકત છુપાવતો હોવાનુ જણાતા ફરીયાદી શંકાના દાયરામાં આવેલ જેથી એલ.સી.બી કચેરી સરખેજ લાવી ફરીયાદીશ્રીનુ ઇન્‍ટ્રોગેશન કરતા ચોકાવનારી હકિકત જાણવા મળેલ

ટ્રક માલીક ને રૂ.૨,૫૦,૦૦૦/- નુ દેવુ થતા ક્લિનર સાથે મળી લૂંટનુ નાટક કરી કપાસ બારોબાર વેચી પૈસા ચાઉ કરવાની યોજના નો ભાડો ફુટ્યો 

                        ફરીયાદી ટ્રક નં. જી.જે.૧૨ વી ૯૪૨૧ છેલ્‍લા બે-અઢી વર્ષથી કાલા-કપાસની સીઝનમાં મહારાષ્‍ટ્રના આરની થી કડી કપાસ ના ફેરા કરે છે જેથી કપાસના ભાવ સારા હોઇ પૈસા વધુ મળશે તેની જાણકારી હોવાથી પોતાની માથે આશરે અઢીલાખ નુ દેવુ હોઇ દેવામાંથી બહાર નિકળવા સારૂ કપાસ બારોબાર વેચી મારી તેના ઉપજેલ પૈસાથી દેવુ ભરવુ અને રસ્‍તામાં ટ્રક લૂટાઇ ગયેલ છે તેવી પોલીસમાં ફરીયાદ આપવાનુ પોતાના ક્લિનર સાથે મળી પ્‍લાન બનાવેલ,તે મુજબ આશરે વીસેક દિવસ ઉપર પોતાના ઓળખીતા કંચનભાઇ ને બોડેલી માર્કેટયાડમાં કપાસ લે/વેચ થાય છે કે કેમ? તેની મોબાઇલ ફોન થી ખાત્રી કરેલ અને મીત્રતાનો ગેર ઉપયોગ કરી દલાલ મારફતે બોડેલી માર્કેટયાડ માં કપાસનો માલ વેચી નાખેલ અને  લૂંટની થીયરી ઉપજાવી કાઢી સાણદ પો.સ્‍ટે ફરીયાદ આપેલાની કબુલાત કરેલ જે મુજબ ટ્રક માલીકે ખાલી ટ્રક સનાથલ સર્કલ પાસેની ખોડીયાર હોટલ પાસેના પાર્કીગ માં પાર્ક કરેલ તે બતાવતા ગુન્‍હાના કામે કબ્‍જે કરેલ છે. અને ટ્રકમાંથી બોડેલી માર્કેટયાડમાં કપાસ વેચાણ કરેલાની વિગત વાળી ચીઠ્ઠી તથા ફરીયાદમાં લુંટમાં ગયેલાનું જણાવેલ ફરીયાદીનો મોબાઇલ ફોન મળી આવેલ આમ, ફરીયાદીના કથન ને સમર્થન મળતા સમગ્ર કાવતરાનો પરદાફાસ થતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

                                ટ્રક માલીક ની ધરપકડ

(૧) શાકરાભાઇ જીવાભાઇ જાતે રબારી ઉ.વ. ૩૫ ધંધો ડ્રાઇવીગ રહે. ટપર તા. અંજાર જી કચ્છ નાઓની ધરપકડ કરી મુદ્દામાલ હસ્‍તગત કરવા તથા અન્ય આરોપી ની ધરપકડ કરવા તપાસ હાથ ધરેલ છે.  

          આમ વીક દરમ્યાન સદરહું સારી કામગીરી કરવામાં આવેલ છે.

 

(ગગનદીપ ગંભીર)

પોલીસ અધિક્ષક

અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

  આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
નાગરિક સુવિધા કેન્દ્ર
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટી

પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ

સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
---તત્કાલ સેવાઓ ---
હોસ્પીટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

વિગતવાર જૂઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 05-05-2014