Top
પોલીસ અધીક્ષકશ્રીની કચેરી,અમદાવાદ

Reading problem ?

 હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્‍ય.

અઠવાડિક તા.૧૦/૦૨/૨૦૧ થી તા.૧૬/૦૨/૨૦૧

  

  પ્રેસનોટ

દિવસની ઘરફોડ ચોરીઓ તથા ચેન સ્નેચીંગ ના ગુના આચરતી ગેંગનો સાગરીત અમદાવાદ ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી., ધ્‍વારા ઝબ્બે.

                       અમદાવાદ ગ્રામ્‍ય જીલ્‍લાના બોપલ પોલીસ સ્ટેશન વિસ્‍તારમાં દિવસની ઘરફોડ ચોરીઓ તથા ચેન સ્નેચીંગ ના બનાવો બનવા પામેલ. જે અંગે બોપલ પો.સ્‍ટે.માં ગુન્‍હાઓ નોંધાયેલ. આ ગુન્‍હાઓની ગંભીરતા ધ્‍યાને લઇ જીલ્‍લા પોલીસ વડાશ્રી ગગનદીપ ગંભીર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી એસ.એન. ચૌધરી, પોલીસ ઇન્‍સ્‍પેકટર, તથા પો.સ.ઇ. એ.વાય.બલોચ તથા એલ.સી.બી. સ્ટાફ, નાઓને સૂચના કરેલ. અને પો.ઇન્સ.શ્રી એલ.સી.બી. અને ટીમે ગુનાની પધ્ધતી અને ચેન સ્નેચીગમાં ભોગ બનનાર સાહેદો દ્વારા આરોપીઓના વર્ણન નો અભ્યાસ કરી આ પ્રકારના ગુન્‍હાઓ આચરતી ગેંગ સક્રિય થયેલ હોઇ ચોક્કસ દિશામાં ધ્‍યાન કેદ્રીત કરી માહિતી મેળવવા ચક્રો ગતિમાન કરેલ. આ દરમ્‍યાન એલ.સી.બી પી.આઇ શ્રી તથા એલ.સી.બી., સ્‍ટાફ નાઓએ ચોક્કસ બાતમી આધારે ખુજબ જહેમત ઉઠાવી બોપલ ખાતે ગેંગના સાગરીત ને ઝડપી પાડેલ છે.  

 

દિવસની ઘરફોડ ચોરી અને ચેન સ્નેચીંગનો રીઢો ગુનેગાર ઝડપાયો.

                       

(૧)  મહેશ ઉર્ફે ટીનો કાળાજી ઠાકોર ઉ.વર્ષ. ૨૭ રહે. કુંડાલ, તા.કડી, જી.મહેસાણા

 

                        ઉપરોકત આરોપીની પાસેથી રોકડ રકમ રૂપિયા ૧,૬૦,૦૦૦/- તથા પલ્સર બાઇક કિ.રૂ. ૭૦,૦૦૦/- તથા સોના ચાંદી ના દાગીના કિ.રૂ.૩૩,૨૦૧/- તથા મોબાઇલ નંગ.-૦૧ કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,,૦૧/- નો મુદ્દામાલ મળી આવેલ જે અંગે તેની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહીં. જેથી ઉપરોકત આરોપીની અટકાયત કરી આગવી ઢબે ધનિષ્‍ઠ પુછપરછ કરતા પોતે તથા સાગરીતો સાથે મળી અમદાવાદ ગ્રામ્‍ય જીલ્‍લાના બોપલ, બાવળા, સાણંદ પો.સ્‍ટે. વિસ્‍તારમાં તથા અમદાવાદ શહેરના ચાંદખેડા, સાબરમતી, સોલા, સરખેજ, નરોડા તથા ગાંધીનગર જીલ્લાના કલોલ અને સાબરકાંઠા જીલ્લાના ઇડર, પ્રાતીંજ, તલોદ, હિંમતનગર માં દીવસની ધરફોડ ચોરીઓ તથા ચેન સ્નેચીંગ આચરેલાની કબુલાત કરેલ છે. 

 

આરોપીએ છેલ્‍લા એક વર્ષ દરમ્‍યાન- ૪૦ ગુન્‍હા આચરેલાની કબુલાત કરેલ છે.

 

                        ઉપરોકત આરોપીઓએ છેલ્‍લા એક વર્ષ  દરમ્‍યાન અમદાવાદ ગ્રામ્ય જીલ્લના બોપલ, બાવળા, સાણંદ પો.સ્‍ટે. વિસ્‍તારમાં તથા અમદાવાદ શહેરના ચાંદખેડા, સાબરમતી, સોલા, સરખેજ, નરોડા તથા ગાંધીનગર જીલ્લાના કલોલ અને સાબરકાંઠા જીલ્લાના ઇડર, પ્રાતીંજ, તલોદ, હિંમતનગર માં કૂલ- ૫૦ જેટલા ગુન્‍હા આચરેલાની કબુલાત કરેલ છે. જે પૈકી દિવસની ઘરફોડ માં બોપલ - ૦૩,  બાવળા -૦૨, સાણંદ- ૦૧, તથા અમદાવાદ શહેરના ચાંદખેડા-૦૩, સરખેજ-૦૪, સાબરમતી-૦૨, ગાધીનગર જીલ્લાના કલોલ ખાતે -૦૩ તથા સાબરકાંઠા જીલ્લાના હીંમતનગર-૦૮, પ્રાતીજ-૦૧, તલોદ-૦૧, ઇડર-૦૧ એમ કુલ- ૨૯ દાખલ થયેલ ગુન્‍હાઓની માહીતી મળેલ છે. તેમજ ચેન સ્નેચીંગ ના છેલ્લા ત્રણ મહીનામાં સાબરમતી-૦૨, ચાંદખેડા-૦૩, નરોડા-૦૨, બોપલ-૦૧ નો મળી કુલ - ૮ દાખલ થયેલ ગુન્‍હાઓની માહીતી મળેલ છે.

આરોપીઓની ગુન્‍હો કરવાની પધ્‍ધતી

 

                        ઉપરોકત આરોપી સાગરીતો સાથે મોટરસાયકલ લઇ સવાર થી સાંજ સુધી રોડ ઉપર દિવસ દરમ્‍યાન જુદા જુદા વિસ્‍તારમાં રેકી કરી રોડ ઉપરની  સોસાયટીના બંધ મકાનની પસંદગી કરી બંધ મકાનને ટાર્ગેટ બનાવી ગુન્‍હાઓ આચરતા હતા. આ ગેંગમાંથી બે માણસો મકાનની અંદર જતા અને બાકીના માણસો રોડ ઉપર વોચ કરતા. અને ચોરીમા મળેલ માલ ની સરખેભાગે વહેચણી કરતા.

            આમ અમદાવાદ ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી.ધ્વારા ઉકત સારી કામગીરી વીક દરમ્યાન કરવામાં આવેલ છે

 

(ગગનદીપ ગંભીર)

પોલીસ અધિક્ષક

અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

  આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
નાગરિક સુવિધા કેન્દ્ર
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટી

પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ

સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
---તત્કાલ સેવાઓ ---
હોસ્પીટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

વિગતવાર જૂઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 18-02-2014