Top
પોલીસ અધીક્ષકશ્રીની કચેરી,અમદાવાદ

Reading problem ?

 હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્‍ય.

અઠવાડિક તા.૩૦/૧૨/૨૦૧૩ થી તા.૦૫/૦૧/૨૦૧૪

 

(૧) રીક્ષામાં મુસાફરોના સ્વાંગમાં લુંટ કરતા આરોપીઓને પકડી પાડતી અસલાલી પોલીસ

 

                       અમદાવાદ ગ્રામ્‍ય જીલ્‍લામાં મુસાફરોને શટલ રીક્ષામાં મુસાફર તરીકે બેસાડી લુંટના બનાવો બનેલ તેને ધ્યાનમાં રાખી આવી ગેંગ અંગે અસલાલી પો.સ્ટે. ના સ્ટાફ ધ્વારા બાતમી મેળવી નીચે મુજબના આરોપીઓને  તા ૩૦/૧૨/૨૦૧૩ ના કલાક ૨૧/૧૫ વાગે અટક કરી અસલાલી પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૬૪/૨૦૧૩ ઇ.પી.કો.ક.૩૯૨,૧૧૪ મુજબનો વણ શોધાયેલ લુંટનો ગુનો શોધી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૧) આજમઅલી અજગરઅલી અંસારી રહે.ચાર તોળા કબ્રસ્તાન ની સામે પુજારીની ચાલી ગોમતીપુર અમદાવાદ

(ર) અકીલ અહેમદ નાસીર અહેમદ અંસારી રહે.રખીયાલ રોડ અબુદા મીલની સામે ડાહયાભાઇની રખીયાલ અમદાવાદ

(ર) પ્રેસનોટ

બંધ મકાનના તાળા તોડી ગુન્‍હા આચરતી નેપાળી ગેગના બે સાગરીતોની અટકાયત કરતી અમદાવાદ ગ્રામ્‍ય એલ.સી.બી.,

                       અમદાવાદ ગ્રામ્‍ય જીલ્‍લાના બોપલ પો.સ્‍ટે વિસ્‍તારમાં ગઇ તા.૧૮/૦૮/૨૦૧૩. થી તા ૨૨/૦૮/૧૩  દરમ્‍યાન લોક ગાયિકા ફરીદાબેન મીરના બોપલ ખાતેના સ્‍ટર્લીગસીટી ના બંધ મકાનના તાળા તોડી  સોનાના દાગીના, ડોલર- ૬૦૦, અને રોકડ રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૩૩,૦૦૦/-ચોરી થયેલ હતી જે ચોરી અનુસંધાને પોલીસ અધિક્ષક સા.શ્રી અમદાવાદ ગ્રામ્‍ય નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.ઇન્‍સ.શ્રી એલ.સી.બી. અને ટીમે  બંધ મકાનના તાળા તોડી ગુન્‍હા આચરતી ગેગો ની માહિતી મેળવી અભ્‍યાસ કરેલ અને આ પ્રકારના ગુન્‍હાઓ આચરતી ચોક્કસ ગેંગ ઉપર ધ્‍યાન કેદ્રીત કરી માહિતી મેળવવા ચક્રો ગતિમાન કરેલ.

                આ ગુન્‍હામાં સીકયુરીટી તરીકે કામ કરતા નેપાલી        (ગુરખા) ની સંડોવણી હોવાનું તપાસ દરમ્‍યાન જણાયેલ જે આધારે તપાસ કરતાં કેટલાક નેપાલી માણસો ગુન્‍હા બાદ અમદાવાદ થી જતા રહેલાની હકીકત આધારે તેઓની તપાસમાં હતા દરમ્‍યાન પો.સ.ઇ.શ્રી એ.વાય બલોચે ચોકકસ બાતમી આધારે ટીમના માણસો એ.એસ.આઇ જસવંતસિંહ રણજીતસિંહ, એ.એસ.આઇ કરણસિંહ મનુભા, પો.કો મહેન્‍દ્રસિંહ હરીસિંહ, પો.કો નટવરસિંહ છત્રસિંહ, પો.કો હિતેન્‍દ્રસિંહ વાસુદેવસિંહ પો.કો ધરમશીભાઇ શાહરભાઇ, પો.કો અજયસિંહ મહિપતસિંહ નાઓ એ વોચ ગોઠવી બગોદરા હાઇવે પરથી બે નેપાલી ઇસમોને પકડી પુછપરછ કરતાં તેઓએ લોક ગાયિકા ફરીદાબેન મીરના ઘરે ચોરી કરેલ હોવાની હકીકત કબૂલ કરતાં બંનેને ઘરપકડ કરવામાં આવેલ છે.

 

નેપાલી ગેંગના બે સાગરીતો  ઝડપાયા

(૧)   ઉમેશ કુમાર લાલ બહાદૂર શાહી ઉવ ૩૪ રહે. રાતાખાલ માલકોટ ગાવ, તા.કોટબારા જી.કાલીકોટ નેપાળ

(૨)   દાનબહાદૂર માનબહાદૂર શા. ઉ.વ. ૨૨ રહે. જાતાગાવ, તા.બારઢોલા સેન .જી.અચ્‍છમ નેપાળ

 

મશહૂર લોક ગાયિકા ફરીદાબેન મીરની ઘરફોડ ચોરીના ગુન્‍હાનો ભેદ ઉકેલાયો.

                આ બંને ઇસમોની ઘનિષ્‍ઠ પુછપરછ કરતા આ ગેંગના માણસો સીકયુરીટી તરીકે પોસ વિસ્‍તારમાં નોકરીએ રહી આજબાજુ ના વિસ્‍તાર તથા માણસોની રેકી કરી મોકો મળેથી બંધ મકાનમાં ચોરીઓ કરતા હોવાની કબુલાત કરેલ છે. અને તેઓએ સુરત મહીધરપુરા ખાતે સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી રૂ.૪૦,૦૦,૦૦૦/- ની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે. અને તે ગુન્‍હામાં નામ જોગ વોન્‍ટેડ છે. તેમજ અમદાવાદ વિસ્‍તારમાં પણ બીજી ચોરી કરેલાની કબુલાત કરેલ છે.

                આ ઇસમો અગાઉ મુંબઇ ખાતે હીન્‍દી ફિલ્‍મ અભીનેત્રી હેમામાલીનીના ઘરે પણ ચોરી કરેલ હતી જે ચોરીમાં તેઓ અગાઉ પકડાયેલા ની કબુલાત કરેલ છે.

 

 

 (ગગનદીપ ગંભીર)

પોલીસ અધિક્ષક

અમદાવાદ ગ્રામ્‍ય,અમદાવાદ

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

  આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
નાગરિક સુવિધા કેન્દ્ર
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
નો ઓબ્જેક્શન સર્ટી

પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ

સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
---તત્કાલ સેવાઓ ---
હોસ્પીટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

વિગતવાર જૂઓ
 
 

   ડિસક્લેઇમર    |     પ્રતિભાવ

Last updated on 06-01-2014