સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્ય.
અઠવાડિક તા.૨૩/૧૨/૨૦૧૩ થી તા.૨૯/૧૨/૨૦૧૩
ગાડીઓના કાચ તોડી લેપટોપ તથા અન્ય વસ્તુઓની ચોરી જેવા ગંભીર ગુન્હા આચરતી ગેગના બે સાગરીતો ની અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી., ધ્વારા અટકાયત.
અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના કણભા પો.સ્ટે વિસ્તારમાં ગઇ તા.૦૪/૧૧/૨૦૧૩ ના રોજ અમદાવાદ મહેદાવાદ હાઇ વે રોડ શ્યામ વિલેજ હોટલ આગળ મારૂતી ફન્ટી કારનો કાચ તોડી કાર માંથી અંદર મુકેલ કાળ કલરનું બેગમાં મુકેલ એચ.પી કંપનીનું લેપટોપ તથા એપલ મો.ફોન મળી કુલ રૂ.૩૬,૦૦૦/- ચોરી થયેલ હતી જે ચોરી અનુસંધાને પોલીસ અધિક્ષક સા.શ્રી નાઓ એ વડોદરા તરફની ગેંગ સંડોવાયેલ હોવાની હકિકત આધારે તપાસ કરવા સુચના આપતા જે આધારે શ્રી બી.એસ.જાદવ,, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી.,અને તેમની ટીમે આ પ્રકારના ગુન્હાઓ આચરતી ચોક્કસ ગેંગ ઉપર ધ્યાન કેદ્રીત કરી માહિતી મેળવવા ચક્રો ગતિમાન કરેલ.
પો.ઇન્સશ્રી જાદવ તથા પો.સ.ઇશ્રી બલોચ સાહેબ નાઓ એ ચોકકસ બાતમી આધારે ટીમના માણસો એ.એસ.આઇ જસવંતસિંહ રણજીતસિંહ, એ.એસ.આઇ કરણસિંહ મનુભા , પો.કો મહેન્દ્રસિંહ હરીસિંહ, પો.કો હિતેન્દ્રસિંહ વાસુદેવસિંહ , પો.કો ધરમશીભાઇ શાહરભાઇ, પો.કો અજયસિંહ મહિપતસિંહ નાઓ એ વોચ ગોઠવી બે ઇસમોને મોબાઇલ ફોન-૦૧, કિ.રૂ.૧૫,૦૦૦/- સાથે અસલાલી સર્કલ, એસ.પી. રીંગરોડ ખાતેથી ઝડપી પાડેલ છે.
ચોરીના આઇફોન સાથે બે સાગરીતો ઝડપાયા
(૧) ભગવાન ભીમસીંગ ચૌહાણ ઉ.વ-૨૦ રહે. ૪૧/૩૨૧, અંકુર એપાર્ટમેન્ટ સમતા સુભાનપુરા, વડોદરા
(૨) મંગલ પાંડે ઉર્ફે નિર્મલ પ્રવિણભાઇ આહિર ઉવ-૩૪ રહે. નં-૧ મુજબ નાઓ ને ચોરીમાં ગયેલ આઇફોન મોબાઇલ સાથે પકડી પાડેલ છે અને
ચોરીના અન્ય -૨૦ ગુન્હાઓનો ભેદ ઉકેલાયો.
આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછ દરમ્યાન વડોદરા ગોરવા, અકોટા, ડી માર્ટ, રાત્રી બજાર, વડોદરા વાસણા રોડ, તાંદલજા વિગેરે વિસ્તારમાં કારના કાચ તોડી આશરે ૨૦ જેટલા ચોરીના ગુના તેમજ ગોરવા ખાતે એક મો.સા ચોરીનો ગુનો અને ચાંણોદ ખાતે એક ઘરફોડ ચોરીનો ગુનો આચરેલ હોવાની હકિકત કબૂલ કરેલ છે.
આરોપીઓની ગુન્હો કરવાની પધ્ધતી
મોલ, માર્કેટ, હોટલ ઉપર પાર્કીગ કરેલ ગાડીઓના કાચ ડીસમીસથી તોડી ગાડી માંથી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતા હતા.
ફિલ્મ અદાકાર ઝડપાયો
પકડાયેલ આરોપી પૈકી મંગલ પાંડે સાત ગુજરાતી ફિલ્મમાં નાની ભૂમિકા (ક્રાઉડ) માં અભિનયનું કામ કરતો હતો. પરંતુ મોજ શોખ ખાતર સહ આરોપીઓ સાથે ચોરી કરતો હતો. ’’ મા-બાપના આર્શીવાદ ’’, ’’ ઝોબનિયું રંગ લાગજો ’’ ,’’ માવતરની વેદના’’, ’’ આખીર કબતક ’’ , જેવી ફિલ્મમાં સાઇડ વિલનની ભૂમિકા ભજવેલ છે.
આમ જીલ્લા એલ.સી.બી.સ્ટાફ ધ્વારા સારી કામગીરી કરવામાં આવેલ છે.
(ગગનદીપ ગંભીર)
પોલીસ અધિક્ષક
અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ
|