અમદાવાદ જિલ્લામાં નીચે મુજબની
ટ્રાફિક પોલીસ વ્યવસ્થા છે.
ટ્રાફિક શાખાનું મુખ્ય કાર્ય
ટ્રાફિક નિયમોનું પાલન કરાવી
ટ્રાફિક વ્યવસ્થા જાળવવી, જિલ્લામાં બનતાં રોડ અકસ્માતોનો અભ્યાસ કરી તેના નિવારણ માટે પ્રયાસ
કરવો, ગેરકાયદે પેસેન્જર હેરાફેરી અને અસલામત મુસાફરી સામે કાયદેસર કાર્યવાહી કરવી, રોડ અકસ્માત
દરમિયાન ભોગ બનનારની સહાયતા કરવી, સતત રોડ
પેટ્રોલિંગ અને હાઈવે
પેટ્રોલિંગનું સંકલન કરી રોડ સલામતીની
ખાતરી કરવી અને મહાનુભાવોની મુસાફરી
દરમિયાન પાઇલોટિંગ અને સુરક્ષાવ્યવસ્થા જાળવવી
તેમ જ
ટ્રાફિક સંબંધિત લોકશિક્ષણ જાગૃતિ માટે સ્વૈચ્છિક સંગઠનો સાથે સંકલન કરવું
વગેરેનો સમાવેશ થાય છે. જિલ્લા
ટ્રાફિક શાખા સમગ્ર જિલ્લામાં
ટ્રાફિક કામગીરીની દેખરેખ કરી તેની અસરકારકતા વધારવા જરૂરી સંકલન અને કાર્યવાહી કરે છે. સાથોસાથ
ટ્રાફિક અને રોડ સલામતી માટે લોકજાગૃતિ લાવવા તાલીમ
શિબિરો અને કાર્યક્રમોનું આયોજન કરે છે.
|