પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્ય
http://www.spahmedabad.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 5:41:06 PM

સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્‍ય.

અઠવાડિક તા.૨૩/૦૨/૨૦૧૫ થી તા.૦૧/૦૩/૨૦૧૫

                                           પ્રેસ નોટ        

માલ વાહક વાહનમાં પેસેન્જર તરીકે બેસી વાહન ચાલક ને નશા યુક્ત પ્રવાહી પીવડાવી, બેભાન કરી ભારવાહક વાહન માં ભરેલ કિમતી માલ સામાન સહિતના માલની લૂંટ કરી રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર તરખાટ મચાવતિ ગેગના સાગરીતો ને જબ્બે કરી કુલ- ૧૧ ગુન્હોનો ભેદ ઉકેલતી એલ.સી.બી. અમદાવાદ ગ્રામ્ય

 

                ગઇ તા૧૮/૨/૧૫ ના વહેલી સવારના કલાક ૦૫/૩૦ વાગે ફરીયાદી શ્રી મહમંદ ઐયુબ ફરીદ અહેમદ કુરેશી રહે વટવા બાગેકૌશલ સોસાયટી વટવા નાઓ પોતાના કબ્જા ભોગવટાની આઇસર ગાડી નં જીજે ૦૧ સી એકસ ૩૨૭૦ લઇને સનાથલ સર્કલ થી પસાર થતા હતા તે વખતે ત્રણ અજાણ્યા ઇસમો પેસેન્જર તરીકે બેસી ફરીને લમણે તંમચા જેવી વસ્તુ મુકી ડરાવી ધમકાવી પાણીમાં કઇક પાવડર જેવી નશાયુકત વસ્તુ ભેળવી ને ત્રણેય ઇસમોએ ફરીયાદી શ્રીને બળજબરી થી પીવડાવી બેભાન કરી ગાડીમાં ભરેલ ૧૬૦ નંગ વિમલ પાન મસાલાના બોકક્ષ કિ રૂ ૧૦,૯૭,૫૬૦/- તથા મોબાઇલ ફોન નંગ ૧ કિ રૂ ૧૦૦૦/- તથા રોકડ રકમ રૂ ૫૦૦૦/- મળી કુલ રૂ ૧૧,૦૩,૫૬૦/- ના મુદામાલની લુટ કરેલ જે સબંધે ચાંગોદર પો.સ્ટે ગુનો નોધાયેલ જે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના પોલીસ વડાશ્રી નિર્લિપ્‍તરાય સાહબેશ્રી નાઓએ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર, શ્રી એ.વાય.બલોચ નાઓને સુચના કરેલ, પો.સ.ઇ.શ્રી એલ.સી.બી અને એલ.સી.બી.,સ્‍ટાફના માણસોએ ગુન્હાની પધ્ધતિનો અભ્યાસ કરી તથા ફરીયાદીએ આપેલ વર્ણન આધારે ઉતર પ્રદેશ ના હિન્દી ભાષી ઇસમોની સંડોવણી જણાયેલ જેથી ચોક્કસ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરી લુટારૂ સંબધે માહિતિ એકત્રિત કરી ગુન્હો શોધવા ચક્રો ગતિમાન કરેલ તેના ફળ સ્વરૂપે ચોકકસ બાતમી આધારે સનાથલ સર્કલ ખાતે એલ.સી.બી ની ટીમ અને ચાંગોદર પો.સ્ટે ના પ્રો વુ પો.સ.ઇ વીધી પુજાકર અને સ્ટાફના માણસોએ વોચ ગોઠવી ભારે જહેમત થી લુટમાં ગયેલ મુદામાલ સહીત કુલ- પાંચ ઇસમોને ઝડપી પાડેલ  

 

રૂ.,,,૧૮૮/- ના મુદામાલ સાથે પાંચ રિઢા અને અઠંગ ગુનેગારો ઝડપાયા  .

 

 

(૧) રમેશભાઇ જોગીરામ જાટવ ઉ.વ ૪૫ રહે ખોડોલી ગામ તા મેરઠ જી મેરઠ યુ પી

 

(૨) અર્જુનભાઇ વ્રજપાલભાઇ જાટવ ઉ.વ ૨૬ રહે મુતાનનગર તા મેરઠ જી મેરઠ યુ પી

 

(૩) અંકિતકુમાર ધરમશીભાઇ જાટવ ઉ.વ ૨૬ રહે ચંદ્રશેખર કોલોની મેરઠ તા જી મેરઠ યુ પી

 

(૪) જીતેનદ્રભાઇ સલેકભાઇ જાટવ ઉ.વ ૨૬ રહે દુર્ગેશપુર તા મેવાટા જી મેરઠ યુ પી

 

(૫) શુવાલાલ બાલજીભાઇ પંચાલ ઉ.વ ૫૨ રહે ૧૦/૧૦ જીવન નગર વાધોડીયા રોડ વડોદરા

      

                નાઓને છોટા હાથી નં જીજે ૦૬ વાય વાય ૫૯૧૭ તથા તેમા ભરેલ વીમલ પાન મસાલા ના બોકક્ષ નંગ ૫૦ કિ રૂ ૬,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૪ કિ રૂ ૪,૦૦૦/- તેમજ બેભાન કરવા માટેની દવાની ગોળીઓ ના પત્તા નંગ ૨ કિ રૂ ૧૮૮/- મળી કુલ રૂ ૭,૦૪,૧૮૮/- ના મુદામાલ સાથે અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરતા આ ગુનાની કબુલાત કરેલ

અન્ય રૂપીયા૧૬,૧૯,૧૦૦/-મળી કુલ રૂ ૨૩,૨૩,૨૮૮/- નો મુદામાલ રિકવર

 

                આરોપીઓની ધનિષ્ઠ પુછપરછમાં અન્ય મુદામાલ પોતાના કબ્જા ભોગવટા વાળા બરોડા સ્થિત વાધોડીયા રોડ ઉપરના સરદાર એસ્ટેટ ખાતેના ગોડાઉનમાં રાખેલ હોવાની કબુલાત આધારે બરોડા ખાતેથી ઇલેકટ્રીક પંખા, તથા ધાબળા, તેમજ વીમલ પાન મસાલાના બોકક્ષ નંગ ૧૦૪ મળી કુલ રૂપીયા ૧૬,૧૯,૧૦૦/- મળી કુલ રૂ. ૨૩,૨૩,૨૮૮/- નો મુદામાલ હસ્તગત કરેલ છે.

 

રાષ્ટ્રીય હાઇવે રોડ ઉપર આચરેલ કુલ ૧૧ ગુનાનો ભેદ ઉકેલાયો

            

          આરોપીઓની ધનિષ્ઠ પૂછપરછ માં છેલ્લા બે વર્ષ દરમ્યાન ભરુચ જીલ્લાના દહેજ ખાતે – ૫, વલસાડ જીલ્લાના વાપી – ૨, અરવલ્લી જીલ્લાના મોડાસા – ૧, સુરત – ૧ તથા રાજસ્થાન રાજયના ઉદેપુર – ૧અને આ ગુનો મળી કુલ ૧૧ ગુનાની કબુલાત કરેલ જે પૈકી ચાંગોદર પો.સ્ટે ૧, મોડાસા પો.સ્ટે ૧, એમ બે ગુન્હા રજીસ્ટર થયેલ હોવાની હાલ સુધી માહીતી મળેલ છે.

          

            આરોપીઓની ગુન્હો કરવાની પધ્ધતિ

 

                આરોપીઓ પેસેન્જર તરીકે. માલવાહક વાહનમાં બેસી ડ્રાયવરને વિશ્વાસમાં લઇ ચા અથવા ઠંડા પીણામાં ધેન યુકત દવા ભેળવી બેભાન કરી ટ્રક ચાલકને અવાવરૂ જગ્યાએ બેભાન અવસ્થામાં છોડી દઇ માલવાહક વાહન ની તેમાં ભરેલ કિમતી  માલ સામાન સાથે લુટ કરી ટ્રક માનો માલ ગોડાઉન ઉપર ઉતારી ટ્રક બીનવારશી છોડી દઇ ગુન્હા આચરતા હતા

 

                આમ સપ્તાહ દરમ્યાન અમદાવાદ ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી. ધ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર તરખાટ મચાવતી ગેંગના સાગરીતોને ઝબ્બે કરી કુલ -૧૧ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી સારી કામગીરી કરવામાં આવેલ છે.      

(નિર્લિપ્‍તરાય)

 પોલીસ અધિક્ષક

અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ