પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્ય
http://www.spahmedabad.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 5:44:53 PM

સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્‍ય.

અઠવાડિક તા.૦૩/૧૧/૨૦૧ થી તા.૦૯/૧૧/૨૦૧

 

(૧) પ્રેસનોટ

ગે.કા હથિયાર (દેશી તંમચા) સાથે એક ઇસમ ને ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્‍ય પોલીસ

                        અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના મોટાભાગના પો.સ્ટે. હદ વિસ્તારમાં જી.આઇ.ડી.સી. આવેલ છે. જેમાં  અન્ય રાજ્યના મજૂરોની સંખ્યા સવિશેષ હોઇ મજૂરોની આડમાં અસામાજીક તત્વો આશરો મેળવવાની શક્યતાની આધારે મહોરમના તહેવારને અનુલક્ષી વિષેશ તકેદારીના ભાગ રૂપે ખાસ એક્શન પ્લાન બનાવી શ્રી, નિર્લીપ્‍તરાય પોલીસ અધિક્ષકશ્રી અમદાવાદ ગ્રામ્યનાઓએ તાબાના તમામ અધિકારીશ્રીઓને ખાસ સુચના કરેલ તેના ભાગ રૂપે સઘન વાહન ચેકીગ દરમ્યાન ચોક્કસ બાતમી અધારે ચાગોદર પો.સ્ટેના પો.ઇન્સ. શ્રી.બી.એસ.જાદવ અને પો.સ.ઇ.શ્રી જે.એમ. ચુડાસ્મા અને તેમની ટીમે પોલીસ અધિક્ષક સાહેબશ્રી ની સુચના અને માર્ગદર્શન હેઠળ મશીન બનાવટના દેશી તંમચા તથા કાર્ટીઝ સાથે એક ઇસમને ચાગોદર કેનાલ પાસેથી ઝડપી પાડેલ

                                 

મશીન બનાવટના દેશી તંમચો/જીવતા કાર્ટીઝ- ૨ સાથે આરોપી ઝડપાયો

                       

(૧) મનોજકુમાર સ/ઓ રાજેન્દ્રપ્રસાદ નીરંજનપ્રસાદ લોધી ઉ.વ. ૨૫ રહે. ચાગોદર કેનાલ પાસે, સીધ્ધિ ઓઇલ મીલ પાછળ, મુળ ગામ દદરી, તા. ઉરઇ જીલ્લો ઝાલોર (યુ.પી)  દેહાત જી.કાનપુર (યુ.પી)

 

                       ઉક્ત આરોપી પાસે થી મશીન બનાવટનો દેશી તમચો-૧ કિ.રૂ. ૧૫૦૦૦/- તથા જીવતા કાર્ટીઝ નંગ- ૨ કિ.રૂ. ૨૦૦/- તથા મો.ફોન- ૧ કિ.રૂ. ૫૦૦/- મળી કુલ રૂ. ૧૭૫૦૦/- નો મુદ્દમાલ કબ્જે કરેલ છે. અને આરોપી અગાઉ કોઇ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ ?, ભૂતકાળમાં અન્ય કોઇ હથિયાર  વેચેલ છે કે કેમ ? તે દીશામાં તપાસ અર્થે રીમાન્ડ ઉપર મેળવવાની કાર્યવાહી ચાગોદર પો.સ્ટે. ધ્વારા હાથ ધરવામાં આવેલ છે.

                        આરોપી જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ બહારના રાજ્યના મજૂરોની વસાહતમાં મજૂર તરીકે ભાડાથી ઓરડી મેળવી રહેતો હોવાનુ અને યુપી. થી હથીયાર લાવેલાનુ પ્રાથમિક તપાસમાં જણાઇ આવેલ છે.

                અમદાવાદ ગ્રામ્ય પોલીસ ધ્વારા શોધાયેલ ગેકા. હથિયાર સંબધી ગુન્હા

                અત્રે નોધનિય છે કે અમદાવાદ ગ્રામ્ય જીલ્લા પોલીસ ધ્વારા ચાલુ  સાલે સને. ૨૦૧૪ ના વર્ષમાં ગેકા. હથિયાર સંબધિ    આ ગુન્હા સાથે મળી કુલ –૧૯ ગુન્હા શોધી કાઢવામાં આવેલ છે. જે પૈકી છેલ્લા બે માસ દરમ્યાન કુલ- ૧૧ ગુન્હા શોધવામાં આવેલ છે. 

(ર) પ્રેસનોટ

 

ચકચારી પેટ્રોલપંપ લુટ નો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આોપીઓને જબ્બે કરતી અમદાવાદ ગ્રામ્‍ય, એલ.સી.બી.,

 

        ગઇ તા. ૩૧/૧૦/૧૪ ના રાત્રીના ૨/૩૦ થી ૩/૦૦ દરમ્યાન સાત અજાણ્યા ઇસમોએ સાણદ પો.સ્ટે હદના પીપણ ગામની સીમમાં આવેલ એચ.પી ના વાઘેશ્રવરી પેટ્રોલ પમ્પ ઉપર લાકડાના ધોકા થી ફરી/સાહેદોને માર મારી જીવલેણ ઇજાઓ કરી રોકડ રકમ રૂ. ૯૦,૦૦૦/- તથા મો.ફોન-૩ મળી કુલ રૂ. ૧,૦૧,૧૦૦/- ની લૂટ નો ચકચારી બનાવ સાણંદ પો.સ્ટેમાં નોધાયેલ જે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના પોલીસ વડાશ્રી નિર્લિપ્‍તરાય સાહબેશ્રી નાઓએ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર, શ્રી એ.વાય.બલોચ નાઓને સુચના કરેલ, પો.સ.ઇ.શ્રી એલ.સી.બી અને એલ.સી.બી.,સ્‍ટાફના માણસોએ ગુન્હાની પધ્ધતિનો અભ્યાસ કરી તથા ફરીયાદી/ સાહેદ એ આપેલ વર્ણન આધારે દાહોદની દહમા ગેગની સંડોવણી જણાયેલ જેથી આ પધ્ધતિથી ગુન્હા આચરતી ગેગ સંબધે માહિતિ એકત્રિત કરી ગુન્હો શોધવા ચક્રો ગતિમાન કરેલ તે દરમ્યાન ચોકકસ બાતમી આધારે એસ.પી. રીગ રોડ, સનાથલ સર્કલ નજીક વોચ ગોઠવી લુટમાં ગયેલ મોબાઇલ તથા રોકડ રૂપીયા સાથે કુલ- આઠ ઇસમોને એલ.સી.બી ટીમે ઝડપી પાડેલ   

 

રૂ.,૨૯,૮૦૦/- તથા રૂ ૧૬,૦૦૦/- ની કિંમત ના મોબાઇલ ફોન સાથે દાહોદની દહમા ગેગના આઠ સાગરીતો ઝડપાયા  .

 

(૧)       બળવંત નગરાભાઇ દહમા ઉ.વ- ૪૨, રહે.

           કાલીયાવાડ,તા.ધાનપુર, જી.દાહોદ

(૨)       અલ્કેશભાઇ ચતુરભાઇ રાવત ઉ.વ-૨૦, રહે. જેતપુર,

           તા.લીમખેડા, જી.દાહોદ

(૩)   પરશુ ભિલાભાઇ બિલવાળ ઉ.વ-૨૨, રહે. માળ ફળીયું, કણઝેગામ,તા.ધાનપુર, જી.દાહોદ

(૪)       શંકરભાઇ રંગાભાઇ મોહનીયા ઉ.વ-૨૫, રહે. ડોલરીયા,

           તા.ધાનપુર, જી.દાહોદ

(૫)       કમલેષ સતરાભાઇ પરમાર ઉ.વ-૧૮, રહે. કાલીયાવાડ,

           તા.ધાનપુર, જી.દાહોદ

(૬)       નવીન રંગાભાઇ મોહનીયા ઉ.વ- ૧૯, રહે. ડોલરીયા,

           તા.ધાનપુર, જી.દાહોદ

(૭)       મુકેશભાઇ બળવંતભાઇ દહમા ઉ.વ-૧૮, રહે. કાલીયાવાડ,

           તા.ધાનપુર, જી.દાહોદ

(૮)       પરથીભાઇ કલાભાઇ બીલવાડ ઉ.વ. ૨૦ રહે. કણઝેર 

           તા.ધાનપુર, જી.દાહોદ     

       

                નાઓ પાસેથી રોકડ રકમ રૂપીયા ૨૯,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૮ કિ રૂ ૧૬,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પૂછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહિ જેથી તેઓની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાની કબૂલાત કરેલ છે.

   અન્ય ચાર ધરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

            આોરપીઓની ધનિષ્ઠ પુછપરછમાં અન્ય સહ આરોપીઓ સાથે મળી અન્ય ચાર ધરફોડ ચોરીના ગુન્હા આચરેલાની કબુલાત કરેલ છે. તે પૈકી બાવળ-૨, ધોળકા-૧,ચાંગોદર-૧,મળી કુલ- ૦૪, ધરફોડ ચોરીઓનો સમાવેશ થાય છે.

આરોપીઓની ગુનો કરવાની પધ્ધતિ

          આોરોપીઓ ડાંગર લણવાની મજુરી કરવાના ઓથા હેઠળ સીમાડામાં બોરકુવા ઉપર આશરો મેળવી રેકી કરી એકાંત અને છેવાડાની જગ્યાને સોફ્ટ ટાર્ગેટ બનાવી રાત્રીના સમયે બનાવને અંજામ આપતા,

આરોપીઓનો ગુનાહિત ઇતીહાસ

            ઉપરોકત આોરોપીઓ પૈકી ગેગનો માસ્ટર માઇન્ડ મુકેશ બળવંત તથા પરશુ ભીલા અગાઉ અસલાલી પો.સ્ટે – ૧, વીરમગામ ટાઉન પો.સ્ટે – ૧, ખેડાના કપડવંજ પો.સ્ટે – ૧, જામનગર ના ધ્રોલ પો.સ્ટે – ૧, દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા પો.સ્ટે – ૧, તથા લીમખેડા પો.સ્ટે – ૮ ગુનામાં સંડોવાયેલ હોવાની હકીકત હાલસુધી પ્રાપ્ત થયેલ છે. 

 

આમ સપ્તાહ દરમ્યાન ઉકત સારી કામગીરી કરવામાં આવેલ છે.    

 

(નિર્લિપ્‍તરાય)

 પોલીસ અધિક્ષક

અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ