પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્ય
http://www.spahmedabad.gujarat.gov.in

સાફલ્યગાથા

8/27/2025 12:53:07 PM

સાફલ્ય ગાથા,અમદાવાદ ગ્રામ્‍ય.

અઠવાડિક તા.૨૭/૦/૨૦૧ થી તા.૦૨/૧૧/૨૦૧

 

 

 

નુતન વર્ષ નિમિતે જીલ્લા કક્ષાનો સ્નેહ મિલન સમારંભ મકરબા હેડ કવાર્ટસ ખાતે યોજવામાં આવ્યો

 

     વિક્રમ સવંત ૨૦૭૧ ના નવા વર્ષનો જીલ્લા કક્ષાનો  સ્નેહ મિલન સમારંભ મે.જીલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય સા. તથા મે.પોલીસ મહાનીરીક્ષકશ્રી અમદાવાદ વિભાગ અમદાવાદ શ્રી આર.બી.બહમભટૃ સા નાઓની ઉપસ્થિતિમાં જીલ્લાના મુખ્ય મથક મકરબા ખાતે જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષક,પોલીસ ઇન્સ,પોલીસ સબ ઇન્સ તથા જવાનોની હાજરીમાં  આયોજન કરવામાં આવેલ નવા વર્ષ નિમિત્તે મે.આઇ.જી.પી.સા.શ્રી તથા એસ.પી.સા.શ્રી નાઓએ કાર્યક્રમ માં પધારેલ જીલ્લાના તમામ અધિકારી તથા કમર્ચારીઓનું અભિવાદન સ્વીકારી તમામને નવા વર્ષની શુભેચ્છા પાઠવી પ્રજામાં પોલીસનો વિશ્વાસ કાયમ રહે તેવી રીતે કામગીરી કરવા અને સાથો સાથ પોતાની તદુરંસ્તીનું તથા કુંટુબનું પણ ધ્યાન રાખવા આશિવર્ચન આપી તમામને નવા વર્ષના સાલમુબારક પાઠવેલ. સદરહું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમદાવાદ ગ્રામ્ય જીલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલ હતું  

આમ જીલ્લા કક્ષાનો નવા વર્ષ નીમીતે યોજવામાં આવેલ સ્નેહ મિલન સમારંભ કાર્યક્રમથી પોલીસ બેડામાં આનંદની લાગણી અનુભવેલ છે.   

 

(નિર્લિપ્‍તરાય)

 પોલીસ અધિક્ષક

અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ